જોધપર ગામની અંદરથી નીકળતા રોડને બારોબારથી ડાયવર્ઝન આપવાની માંગ

- text


હેવી ટ્રકો નીકળતા હોવાથી ગામમાં મકાનોમાં તિરાડો, બાળકો ઉપર અકસ્માતનું જોખમ : સામાજિક કાર્યકરની ટીડીઓને રજુઆત

મોરબી : મોરબીના જોધપર ગામની અંદરથી જે રોડ પસાર થાય છે ત્યાંથી હેવી ટ્રકો પસાર થતા હોય ગ્રામજનો ઉપર જોખમ હોવાનું જણાવીને સામાજિક કાર્યકરે વાહનોને બારોબાર ડાયવર્ઝન આપવાની માંગ ઉઠાવી છે.

- text

સામાજિક કાર્યકર દિનેશભાઇ દેવરાજભાઈ કાંજીયાએ ટીડીઓને રજુઆતમાં જણાવ્યું હતું કે જોધપર ગામના અંદરથી પસાર થતા રોડને બારોબાર ડાયવરઝન કરવા અંગે અગાઉ અનેક વખત રજુઆત કરી છે. છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભડીયાદ ગામથી જોધપર ગામ સુધી જે રસ્તો જોધપર ગામ અંદરથી રહેણાંક મકાનોની બાજુમાંથી પસાર થાય છે. અહીંથી હેવી ટ્રક નીકળતા હોય જેથી ગામની અંદર ટ્રાફિકની સમસ્યા રહે છે. આ સાથે મકાનોમાં તિરાડો પડી છે અને બાળકો રમતા હોય તેઓ ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ છે. એટલે વહેલાસર આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

- text