મોરબીના કવિ સંમેલનમાં કવિતાઓની રેલમછેલ

- text


ભારતીય વિચાર મંચ દ્વારા વિશ્વ પુસ્તક દિન નિમિત્તે કવિ સંમેલન યોજાયું : કવિઓએ ‘સાંપ્રત કે શાશ્વત ભારતીય સત્ત્વ તત્ત્વ’ વિષય પર સ્વરચિત કૃતિઓ રજૂ કરી

મોરબી : નીલકંઠ વિધાલય ખાતે પુસ્તક દિનની સુહાની સંધ્યાએ ‘ભારતીય વિચાર મંચ-મોરબી’ આયોજીત કવિ સંમેલન યોજાઈ ગયું. જેમાં મોરબીના ૧૫ જેટલાં લોકપ્રિય કવિઓની ‘સાંપ્રત કે શાશ્વત ભારતીય સત્ત્વ તત્ત્વ’ વિષય પર સ્વરચિત કૃતિઓ રજૂ કરી હતી. જેનો મોરબીના સાહિત્યપ્રેમી નગરજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

કાવ્યધારામાં તરબોળ કરનારા કવિઓમાં હતા કવિ બીપીન”મધુર”…શૈલેન મહેતા, કવિ જલરૂપ, ડૉ. ભાવેશ જેતપરીયા, સંજયભાઈ બાપોદરીયા “સંગી”, જયેશભાઇ બાવરવા, કવિયત્રી ઉષાબેન જાદવ, જાગૃતિ તન્ના “જાનકી”, સાહિત્ય મર્મી અમૃતલાલ કાંજિયા, આંબાલાલ પટેલ, રાજેશભાઈ વ્યાસ, કવિયત્રી જીવતીબેન પીપલિયા, મેહુલભાઈ બારોટ, નિરજભાઈ ત્રિવેદી તથા રવીન્દ્રભાઈ ત્રિવેદી, શૈલેષભાઈ કાલરિયા વગેરે. તમામ કવિઓએ પોતાના અલગ અંદાજમાં કાવ્યપઠન દ્વારા દાદ મેળવી હતી.

આ પ્રસંગે ખાસ ડૉ.ભાડેશિયાની પ્રેરણાત્મક ઉપસ્થિતિ રહી અને ડૉ.સતીશભાઈ પટેલનું મનનીય પ્રવચન અને નવોદિત કવિઓને સાહિત્યિક માર્ગદર્શન સાંપડ્યું અને સાહિત્ય ને કવિતા ક્ષેત્રે આગળ વધવા સૌ કવિમિત્રોને આશીર્વાદ અને અભિનંદન આપ્યા હતા. નીલકંઠ વિદ્યાલયના સંચાલક જીતુભાઈ વડસોલા સાહેબે ખાસ હાજરી આપી હતી. આ સાથે સાહિત્ય આયામના શૈલેષ કાલરિયાએ ભારતીય વિચારમંચ દ્વારા પ્રકાશિત પુસ્તકોની પુસ્તક વેચાણની ‘શુભેચ્છક ગ્રાહક મિત્ર યોજના’નો શુભારંભ થયો. જેના સૌ પ્રથમ ગ્રાહક નિલેશભાઈ કૈલા બન્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં ભારતીય વિચાર મંચના સક્રિય કાર્યકરો જશવંતભાઈ મીરાણી, મીલનભાઈ પૈડા, ચિરાગભાઈ આદ્રોજા,ઉમેશભાઈ પટેલ, પાર્થ શેરસિયાએ જહેમત ઉઠાવી હતી. વિચાર મંચ દ્વારા કવિઓને સન્માનપત્ર આપી પુરસ્કૃત કર્યા હતા. કવિ જલરૂપે કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.

- text

- text