મોરબીમાં કોરોના રજા ઉપર ! આજે માત્ર 4 કેસ

- text


સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 237 કેસનું ટેસ્ટિંગ, એક્ટિવ કેસ ઘટીને 31 

મોરબી : મોરબી આજે જાહેર રજાના કારણે કોરોના પણ રજા ઉપર ગયો હોય તેવી સ્થિતિમા નવા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઘટીને આજે 4 થઈ છે, જો કે, રજાના માહોલમાં ટેસ્ટિંગ ઘટ્યું હોય પોઝિટિવ કેસ ઘટયાનું પણ મનાઈ રહ્યું છે.

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે સમગ્ર જિલ્લામા 237 શંકાસ્પદ કેસનું ટેસ્ટિંગ કરવામાં આવતા મોરબી શહેરના 1 અને મોરબી ગ્રામ્યના 3 કેસ પોઝિટિવ આવ્યા હતા. જો કે, મોરબીને બાદ કરતા વાંકાનેર, ટંકારા, હળવદ અને માળીયા તાલુકામાં કોરોના કેસ આજે શૂન્ય રહ્યા હતા. આ સાથે જ આજે 7 દર્દીઓ સાજા થતા જિલ્લામાં એક્ટિવ કેસ ઘટીને 31 થયા હતા.

- text

- text