કાલે રવિવારે મોરબીમાં ધારાસભ્ય નિવાસ સ્થાને યોગ શિબિર યોજાશે

- text


મોરબી: તારીખ 23 એપ્રિલ ને રવિવારના રોજ ઉમા ટાઉનશિપ ખાતે યોગ ટ્રેનર ચાંદનીબેન ધોરીયાણીના સહયોગથી વિશ્વ યોગ દિવસનો યોગ પ્રોટોકોલ માટે મોરબીના ધારાસભ્ય નિવાસ સ્થાને એક દિવસીય નિ:શુલ્ક તાલીમ શિબિર રાખવામાં આવી છે. આ યોગ શિબિરમાં તમામ યોગ કોચ/ટ્રેનર/યોગ સાધકોને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

23 એપ્રિલ ને રવિવાર સવારે 6 થી 7:30 કલાકે ઉમા ટાઉનશિપ, MLA બંગલો ખાતે આ યોગ શિબિર યોજાશે. ભાગ લેવા આવનારે યોગ મેટ અથવા પાથરણું અને પાણીની બોટલ સાથે લઈ આવવા જણાવાયું છે. વધુ માહિતી માટે ચાંદનીબેન ધોરીયાણી (યોગ ટ્રેનર મોરબી) મો.નં. 76984 85084 અથવા વાલજી પી. ડાભી (મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર) મો.નં. 95862 82527નો સંપર્ક કરવો.

- text

- text