ભૂલ ભારે પડી ! એક્ટિવામાં ચાવી રાખી ખેતરમાં ગયા અને એક્ટિવા છુમંતર 

- text


મોરબી : મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા આધેડ એક્ટિવા લઈ કોયલી ગામની સીમમાં વાડીએ આંટો મારવા ગયા ત્યારે વાડી નજીક એક્ટિવા પાર્ક કરી ચાવી એમાં જ રાખી વાડીમાં જતા પાછળથી કોઈ અજાણ્યો ચોર ઈસમ એક્ટિવ લઈ છુમંતર થઇ જતા વાહનચોરી મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા અને પંચરની દુકાન ચલાવતા પ્રવિણભાઇ ભુરાભાઇ ડંડેચા ગત તા.11 એપ્રિલના રોજ કોયલી ગામે આવેલી પોતાની વાડીએ એક્ટિવા લઈને આતો મારવા ગયેલા આ વખતે વળી પાસે કાચા રસ્તે એક્ટિવ પાર્ક કરીને ચાવી એક્ટિવામાં જ રાખી હોય કોઈ અજાણ્યો તસ્કર એક્ટિવા ચોરી કરીને લઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં 40 હજારનું એક્ટિવા ચોરી કરી લઈ જવા મામલે ફરિયાદ નોંધાવી હતી.

- text

- text