મોરબીને અદ્યતન ફાયર સ્ટેશન આપો : રાજકોટમાં ઉદ્યોગમંત્રી સમક્ષ સિરામિક એસોશિએશનની માંગ

- text


સિરામિક ક્લસ્ટરમા આંતરિક રોડ રસ્તા, ગેસ અને જંત્રી મામલે પણ રજુઆત

મોરબી : આજે રાજકોટની મુલાકાતે આવેલા રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત સમક્ષ મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ દ્વારા મોરબીને અધ્યતન ફાયર સ્ટેશન આપવાની સાથે સિરામિક ક્લસ્ટરમા આંતરિક રોડ રસ્તા, ગેસ અને જંત્રી મામલે પણ રજુઆત કરી હતી.

આજરોજ રાજકોટ ખાતે સરકાર ઉદ્યોગકારોના દ્વારે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા અને હરેશભાઇ બોપલીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં બન્ને આગેવાનોએ સિરામિક ઇન્ડસ્ટ્રીઝને લગત પ્રશ્નો અંગે રજુઆત કરી હતી.

- text

વધુમાં મુકેશભાઈએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ સમક્ષ તાજેતરમાં મોરબી પેપર મિલમાં લાગેલી આગની ઘટના ધ્યાને લઇ અદ્યતન ફાયર સ્ટેશન આપવાની માંગ સાથે ગેસનો પ્રશ્ન ઉકેલવાની સાથે સિરામિક ક્લસ્ટરના આંતરિક રોડ રસ્તાનો વર્ષો જૂનો પ્રશ્ન હલ કરી નવા જંત્રી દર અંગે રજુઆત કરવામાં આવી હતી જેનો સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો.

- text