મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વૃદ્ધોને ભોજન અને કપડાંનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગત તારીખ 15 એપ્રિલના રોજ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને ભોજન કરાવી તેઓને જરૂરિયાત પ્રમાણે કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મોરબીના શોભેશ્વર રોડ પર આવેલા વૃદ્ધાશ્રમમાં તેમજ વિકાસ વિદ્યાલયની દીકરીઓને ઢોસાનું ભોજન કરાવવામાં આવ્યું હતું. સાથે જ વૃદ્ધો માટે ઉનાળામાં જરૂરિયાત મુજબના અનુકુળ કપડાનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત વિકાસ વિદ્યાલયની દીકરીઓને ઠંડા પાણીની બોટલ આપવામાં આવી હતી. આ કાર્યને સફળ બનાવવા પ્રમુખ નયનાબેન બારા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. તેમના આ કાર્યથી વૃદ્ધો અને દીકરીઓ ખૂબ ખુશ થઈ હતી.

- text

- text