મોદી મેંગો-3 ! બિહારના મેંગો મેને વિકસાવી કેરીની નવી વેરાયટી

- text


અગાઉ મોદી -1, 2 બાદ હવે 2024મા મોદી ત્રીજી વખત જીતશે તેવા વિશ્વાસ સાથે વિકસાવી કેરીની નવી વેરાયટી

મોરબી : વડાપ્રધાન મોદીના ચાહક એવા બિહારના મેંગો મેન તરીકે જાણીતા ખેડૂતે વર્ષ 2024માં PM નરેન્દ્ર મોદી જ જીતશે તેવા સંપૂર્ણ વિશ્વાસ સાથે બિહારના મેંગો મેને કેરીની નવી વેરાયટી મોદી-3 રજૂ કરશે.

દેશભરમાં મેંગો મેન તરીકે ઓળખ ધરાવતા બિહારના ભાગલપુરના અશોક ચૌધરી કેરીની એક નવી વેરાયટી લોકો સમક્ષ રજૂ કરશે. આ કેરીનું નામ ‘મોદી-3’ છે. અશોક ચૌધરી જીઆઇ- ટેગ જર્દાલુ વેરાયટીના અગ્રણી ઉત્પાદક અને સપ્લાયર છે. લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે વખતની જીત નોંધાવવા બદલ અશોક ચૌધરીએ અગાઉ મોદી-1, મોદી-2 કેરીની વેરાયટી અનુક્રમે વર્ષ 2014 તથા 2019 રજૂ કરી હતી. હવે વર્ષ 2024 અગાઉ તેઓ ‘મોદી-3’ રજૂ કરી રહ્યા છે.

64 વર્ષના ચૌધરી વિજ્ઞાન તથા કાયદામાં સ્નાતક છે અને સરકારી શાળામાં એક શિક્ષક તરીકે નોકરી છોડી દીધી હતી.તેમણે કેરી ઉગાડવાની શરૂઆત કરી હતી. અનેક ખાસ પ્રકારની કેરીઓની જાતો તૈયાર કરવા બદલ તેઓ દેશભરમાં મેંગોમેન તરીકે ઓળખાવા લાગ્યા છે. તેમણે અગાઉ મોદી-1 અને મોદી-2 કેરીની બે ખાસ વેરાયટી તૈયાર કરી ચુક્યા છે અને હવે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં મોદી-3 કેરી રજૂ કરવા જઈ રહ્યા છે.

અશોક ચૌધરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ફેન છે. વર્ષ 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત થઈ ત્યારે તેમણે હિમસાગર તથા માલદાની ખાસ કેરીની વેરિયટીને ક્રોસ કરી કેરીની એક ખાસ નવી વેરાયટી તૈયાર કરી અને તેનું નામ મોદી-1 રાખ્યું હતું.

- text

જ્યારે વર્ષ 2019માં નરેન્દ્ર મોદી ફરી વખત વડાપ્રધાન બન્યા તો તેમણે ગ્રાફ્ટીંગ ટેકનોલોજી સાથે અન્ય રાજ્યો ઉપરાંત કેરીની ઈરવિન અને સેનશન (ફ્લોરિડા, USA) વેરાયટીઝની મદદથી કેરીની નવી જાતો તૈયાર કરી હતી. છેલ્લા 31 વર્ષ દરમિયાન તેમણે કેરીની 100 કરતાં વધારે કેરીની જાતો વિકસિત કરી છે.

મોદીના ખાસ ફેન્સ અશોક ચૌધરીને વિશ્વાસ છે કે વર્ષ 2024માં નરેન્દ્ર મોદી ફરી એક વખત જીત નોંધાવશે. આ માટે તેમણે મોદી-3ની તૈયારી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર સરકાર તરફથી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તથા દિલ્હીના વીઆઇપીને જર્દાલુ કેરી તેમના બગીચામાંથી જ મોકલવામાં આવે છે.

- text