21મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીમાં પાંચ બેઠક યોજશે

- text


ગુજરાતમાં ભાજપે સરકારના શાસનના 100 દિવસ પુરા થતા સિદ્ધિઓ વર્ણવશે

મોરબી : ગુજરાતમાં ભાજપે સરકાર બનાવ્યાના 100 દિવસ પુરા થતા ભાજપ સરકાર દ્વારા અલગ કામગીરી કરવા અને જિલ્લાના તમામ પ્રશ્નો સાંભળી ઉકેલ લાવવા માટે દરેક જિલ્લાની સાથે 21મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબી જિલ્લાના પ્રવાસ અર્થે આવી રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી પાંચ બેઠક કરવાના છે. જેમાં સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ, સ્થાનિક જન પ્રતિનિધિ, પરિવાર ક્ષેત્રે, જિલ્લા સંકલન અને વહીવટી તંત્ર સાથે બેઠક કરશે.

- text

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજી દેથરીયાએ મીડિયા સમક્ષ સીએમના કાર્યક્રમ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના 100 દિવસ પુરા થતા ગુજરાતની ભાજપ સરકાર પ્રજાના પ્રશ્નો ઉકેલવા તત્પર હોવાનું પુરવાર કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 21મીએ મોરબી આવી રહ્યા હોય 21મીએ સવારે 10 વાગ્યે સ્પે હેલિપેડ ખાતે ઉતારણ કર્યા બાદ મુખ્યમંત્રી મોરબીના સ્કાય મોલ ખાતે પાંચ બેઠકને સંબોધન કરશે. જેમાં સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ, સ્થાનિક જન પ્રતિનિધિ, પરિવાર ક્ષેત્રે, જિલ્લા સંકલન અને વહીવટી તંત્ર સાથે મોરબી જિલ્લાના તમામ પ્રશ્નો, સમસ્યાઓથી માહિતગાર થઈને આ પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરશે. જ્યારે સીએમને અવકરવા માટે સમગ્ર મોરબી જિલ્લા ભાજપે તમામ તૈયારી કરી લીધી છે અને ઉમકળાભેર સીએમને આવકાર આપી સ્વાગત કરશે, જ્યારે સીએમની મોરબી મુલાકાતને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે.

- text