હળવદ પાસે બરેલી-ભુજ ટ્રેનનું એન્જિન બગડતા પેસેન્જરો થયા પરેશાન

- text


હળવદ : હળવદ રેલવે સ્ટેશન બાજુમાં આવેલ ફાટક પાસે બરેલી ભુજ ટ્રેનનું એન્જિન બગડતા પેસેન્જરો પરેશાન થયા હતા. બરેલીથી ભુજ જતી ટ્રેન હળવદ 66 નંબર ફાટક પાસે એન્જિન ખરાબ થતા એક કલાક વીસ મિનિટ ટ્રેન ઉભી રહેતા પેસેન્જરને મુશ્કેલી પડી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે 7:00 વાગ્યે બરેલી ભુજ ટ્રેનનું અચાનક એન્જિન ખરાબ થતા ટ્રેન ફાટક વચોવચ બંધ થઈ જતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.બીજું એન્જિન ધનાળાથી બોલાવતા આઠને ઓગણીસ મિનિટે ટ્રેન ભુજ તરફ જવાના રવાના થયું હતું. પેસેન્જર સાથે સાથે આવન જવન કરતાં વાહન ચાલકો એક કલાકથી વધુ સમય પરેશાન થવું પડ્યું હતું અને હળવદ પાસે બરેલી ભુજ ટ્રેનનું એન્જિન બગડતા પેસેન્જરો ગરમીમાં ભારે પરેશાન થયા હતા.

- text

- text