મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે શખ્સ પકડાયો, અધધધ 14 બાઇક ચોરીના ભેદ ઉકેલાયા

- text


 

એ ડિવિઝન પોલીસની સતર્કતાથી રીઢો બાઇક ચોર દબોચાયો, 6 બાઇક તો વેચી પણ માર્યાની કબૂલાત

 

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે ચોરાઉ બાઇક સાથે શખ્સને પકડી પાડતા 14 બાઇક ચોરીના ભેદ ઉકેલાયા છે. જો કે આ શખ્સે તેમાંથી 6 બાઇક તો વેચી પણ માર્યા હોવાની કબૂલાત આપ્યાનું ખુલતા પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસને નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હ્યુમન સોર્સીસથી બાતમીદારો આધારે ખાનગી હકિકત મળેલ કે એક ઇસમ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે શંકાસ્પદ હાલતમા મોરબી શહેરમા આંટા મારતો હોવાની હકીકત મળતા આ ઇસમ હાલમા મોરબી મકરાણીવાસથી આગળ નદીના કાંઠે રામઘાટ પાસે હોવાની હકિકત મળતા આ જગ્યાએ જતા ચતુરભાઇ કુકાભાઇ ભોજવીયા ઉ.વ.૫૫ ધંધો.સીક્યુરીટી ગાર્ડ રહે.હાલ નવી પીપળી ગામ વૃંદાવન સોસાયટી તા.જી.મોરબી મુળ રહે,નારીચાણા ગામ તા.ધાંગધ્રાવાળાને અટકાવી કાગળો માંગતા નહી હોવાનુ જણાવ્યું હતું.

- text

જેથી એ.એસ.આઇ રાજદીપસિંહ રાણાએ પોકેટ કોપથી સર્ચ કરતા આ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૬૦૭/૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબના ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને હસ્તગત કરી વધુ પુછપરછ કરતા આ ઇસમના નવી પીપળી ગામ વ્રુદાવન સોસાયટી વાળા ઘરેથી નંબર પ્લેટ વગરના અન્ય છ ચોરીના મોટર સાયકલો મળી આવતા કબ્જે કરેલ છે.તેમજ મજકુર આરોપીએ મોરબી શહેર વિસ્તારમાથી ચોરી કરી આર.સી બુક થોડા દિવસમા આપી દવ તેવા બહાના કરી સાહેદોને વેચાણથી આપેલ મોટર સાયકલો કુલ-૬ રજુ કરતા કબ્જે કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

આ કામના આરોપીએ હેન્ડલ લોક માર્યા વગરનુ મોટર સાયકલ ડાયરેકટ કરી ચોરીના ગુન્હાને અંજામ આપેલ છે. આ કામગીરીમાં એચ.એ.જાડેજા -પોલીસ ઇન્સ્પેકટર, કે.એચ.ભોચીયા – પો.સબ.ઇન્સ, રાજદીપસિહ પ્રતાપસિંહ- ASI, કિશોરભાઇ મેણંદભાઇ -HC, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ -HC, ચકુભાઇ દેવશીભાઇ -HC, ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ-HC, અરજણભાઇ મેહુરભાઇ- PC, સિધ્ધરાજભાઇ કાનજીભાઇ -PC, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ- PC, તેજાભાઇ આણંદભાઇ- PC, હિતેષભાઇ વશરામભાઇ – PC રોકાયેલ હતા.

- text