માળિયાના સુલતાનપુર પાસે રોડ ઉપર જ એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવતી 108 ટિમ

- text


 

માળિયા : માળિયાના સુલતાનપુર ગામ પાસે 108ની ટીમે સમય સુચકતાથી રસ્તા ઉપર જ એમ્બ્યુલન્સમાં સગર્ભાની પ્રસુતિ કરાવી છે. 108ની આ ઝડપી કામગીરીની સરાહના કરવામાં આવી છે.

માળીયા તાલુકાના સુલતાનપુર ગામમાં પ્રસુતિનો દુખાવો ઉપડતા હળવદ 108 ને કોલ મળતા પાયલોટ ગૌતમ આહીર, ઇએમટી હરેશભાઈ બારૈયા, તુરંત જ સ્થળે જવા માટે નીકળી ગયેલા હતા. વાડી વિસ્તારમાંથી લઈને હોસ્પિટલ લઈ જતા ફાટક બંધ હોવાથી હીનાબેન સચિનભાઈ મૌલાને પ્રસુતિનો દુખાવો વધતા ફાટક ઉપર જ એમ્બ્યુલન્સમાં ફરજ પરના ઇએમટી હરેશભાઈએ સફળ ડીલવરી કરાવી છે. આ નોર્મલ ડિલિવરી બાદ તેઓને નજીકના CHC જેતપર ખાતે લઈ જવાયા હતા. હાલ માતા અને બાળક બન્ને સ્વસ્થ છે.

- text

- text