વાંકાનેરના સમથેરવા ગામે વાડીમાંથી જુગાર કલબ ઝડપાઇ, પાંચ લાખ રોકડા કબ્જે

- text


એલસીબીએ દરોડો પાડતા રાજકોટ, મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાંથી જુગાર રમવા આવેલ આઠ જુગારી પકડાયા

મોરબી : મોરબી જિલ્લામાં જુગારના રાફડા ફાટયા હોય તેવી સ્થિતિ વચ્ચે આજે એલસીબી ટીમે વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં વાડીમાં દરોડો પાડી જુગાર રમવા આવેલા આઠ આરોપીને દબોચી લઈ રોકડા રૂપિયા 5 લાખથી વધુની રોકડ રકમ કબ્જે કરી હતી.

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર અને ઇન્ચાર્જ જિલ્લા પોલીસવડા પી.એસ.ગૌસ્વામીએ જુગારની બદી ડામવા ખાસ ઝુંબેશ રાખતા મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.જે.ચૌહાણ,એન.એચ.ચુડાસમા અને તેમની ટીમ કાર્યરત હતી તે દરમિયાન એલસીબી ટીમના ચંદુભાઇ કાણોતરા, દશરથસિંહ પરમાર, તેજશકુમાર વીડજા, ભરતભાઇ જીલરીયાને બાતમી મળી હતી કે, મોરબીના રંગપર ગામના મહાવીરસિંહ ઉર્ફે માવુભા દિલુભા ઝાલા પોતાના કબજા ભોગવટાવાળી વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આવેલ વાડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડે છે.

- text

આ બાતમીને આધારે એલસીબી ટીમે સમથરેવા ગામની સીમમાં દરોડો પાડતા મહાવીરસિંહ ઉર્ફે માવુભા દિલુભા ઝાલા રહે.રંગપર, કનુભાઇ નકુભાઇ ખાચર રહે.રંગપર, પ્રવિણભાઇ વાલજીભાઇ કુનતીયા રહે.વરડુસર, મોમભાઇ નાથાભાઇ ડાભી રહે,વરડુસર, દાનાભાઇ બીજલભાઇ ડાભી રહે. વરડુસર, સંજયભાઇ લીંબાભાઇ બાબુતર રહે.પીપળીયા(શુકલ) તા.જી.રાજકોટ, મુકેશભાઇ બાબુભાઇ ઉડેસા રહે. કડીયાણા તા. હળવદ અને દિલીપભાઇ દેવશીભાઇ ખીમાણીયા રહે. રાણેકપર તા. હળવદ વાળા રોકડા રૂપિયા 5, 05,200 સાથે ઝડપાઇ ગયા હતા. એલસીબી ટીમે તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો..

- text