મોરબીમાં મોલ્સના સ્ટાફને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ અપાઈ

- text


મોરબી : મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા “અગ્નિશમન સેવા દિન” તેમજ નેશનલ ફાયર સર્વિસ વિક ૧૪ થી ૨૦ એપ્રિલના અનુસંધાને આજ રોજ સ્કાય મોલ, મોરબી ખાતે ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી. જેમાં રિલાયન્સ મોલ, રિલાયન્સ ટ્રેન્ડસ, મલ્ટીપ્લેક્ષ તેમજ મોલના અન્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કુદરતી કે કૃત્રિમ આપદા સમયે કેવી રીતે કામગીરી કરવી, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા, આગ ના લાગે એ માટેના જરૂરી પગલાં, આગ લાગે ત્યારે કેવી રીતે કામગીરી કરવી તેમજ ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવી એ શિખવાડવામાં આવ્યું.

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે, ફાયરના સાધનોનું ડેમોન્સટ્રેસન અને કોઈ પણ ફાયર અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર ૧૦૧ વિષે માહિતી આપવામાં આવી તેમજ ફાયર એક્ષટીન્ગ્યુશર ના ઉપયોગનું લાઈવ ફાયર ફાઈટીંગ ડેમોન્સટ્રેશન કરવામાં આવ્યુ હતુ.

- text

- text