મોરબીના રામગઢ કોયલી ગામે જુગાર રમતા પાંચ પકડાયા 

- text


મોરબી : મોરબી તાલુકાના રામગઢ કોયલી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 35,700 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના રામગઢ કોયલી ગામે નવા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે જે બાતમીને આધારે પોલીસ ટીમે દરોડો પાડતા જુગાર રમી રહેલ નિલેશભાઈ ઉર્ફે લીંબાભાઈ ભુરાભાઇ ભીમાણી, મહેન્દ્રભાઈ આણંદભાઈ ભીમાણી, અરવિંદભાઈ અર્જુનભાઈ પનારા, વિપુલભાઈ હરજીભાઇ પનારા અને પરેશભાઈ દેવરાજભાઇ પનારા નામના શખ્સો રોકડા રૂપિયા 35,700 સાથે ઝડપાઇ ગયા હતા.આ મામલે પોલીસે પાંચેય આરોપી વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text