મોરબી અપડેટ આયોજિત મોરપીંછ એક્ઝિબિશનના પ્રથમ દિવસે જ ચિક્કાર મેદની જામી

- text


રામધન આશ્રમ ખાતે મહિલાઓએ ફેશનવેરથી લઈને ફૂડ અને હોમ ડેકોર સુધીની તમામ આઇટમોના 50થી વધુ સ્ટોલમાંથી શોપિંગની મજા માણી : કાલે રવિવારે છેલ્લો દિવસ

મોરબી : મોરબીના સામાકાંઠાના બહેનો માટે મોરબી અપડેટ દ્વારા પ્રથમ વખત રામધન આશ્રમ ખાતે આયોજિત મોરપીંછ એક્ઝિબિશનનો આજે શુભારંભ થયો છે. જેમાં આજે પ્રથમ દિવસે જ ચિક્કાર મેદની જામી હતી. મોટી સંખ્યામાં બહેનોએ 50 જેટલા સ્ટોલમાંથી મનભરીને શોપિંગ કર્યું હતું.

દર વર્ષે અવનવા કાર્યક્રમો આપીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતું મોરબીવાસીઓનું પોતાનું માધ્યમ મોરબી અપડેટ છેલ્લા થોડા સમયથી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે મોરપીંછ એક્ઝિબિશનનું પણ આયોજન કરે છે. સ્થાનિક રોજગાર અને ધંધાઓને વેગ મળે તેમજ લોકોને એક જ સ્થળેથી શ્રેષ્ઠ કિંમતે વસ્તુઓની ખરીદીનો અવસર મળે તેવા ઉદ્દેશ સાથે આયોજિત મોરપીંછ ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ રામધન આશ્રમની વિશાળ જગ્યામાં આયોજિત આ એક્ઝિબિશનમાં ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હોમ ડેકોર, હેન્ડીક્રાફટ, ફેસ્ટિવલ સ્પેશિયલ આઈટમ, જવેલરી, ચણીયાચોલી, ગૃહ ઉદ્યોગ, અથાણા, કોડીયા, ફૂટવેર, જવેલરી, ટોયઝ, ફૂડ સ્ટોલ, સ્પેશિયલ એક્ટ્રેશન, ફૂલ છોડના રોપા સહિતના 50થી વધુ સ્ટોલ છે. ઉપરાંત બાળકો માટે જમ્પિંગ સહિતના આકર્ષણ પણ છે.

અહીં વિશાળ જગ્યા ઉપરાંત વિશાળ વ્યવસ્થા, સિક્યોરિટી સહિતની અનેક સવલતો હશે. જેથી અહીં આવનાર બહેનોને કોઈ તકલીફ ન પડે. અહીં બહેનો માટે એન્ટ્રી નિઃશુલ્ક છે. આવતીકાલે એક્ઝિબિશનનો છેલ્લો દિવસ છે. વધુ વિગત માટે મિત્તલ પ્રજાપતિ મો.નં. 99093 82382 અથવા વિપુલ પ્રજાપતિ મો.નં. 99130 53249નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text