મોરબી એલઈ કોલેજના ડિપ્લોમાં આઈટી વિભાગમાં યુથ ફીએસ્ટા 5.0 કાર્યક્રમ યોજાયો

- text


મોરબીઃ મોરબીની જાણીતી એલઈ કોલેજના ડિપ્લોમાં આઈટી વિભાગમાં તારીખ 12 અને 13 એપ્રિલના રોજ યુથ ફીએસ્ટા 5.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઇ.ટી વિભાગના વડા મનોજ પી.પરમાર, સંસ્થાના આચાર્ય પંકજ રાયજાદા તથા કોર સમિતિ સભ્ય આર. એન. જાની, શિલ્પા કે રાઠોડના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં એલ્યુમની વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વિવિધ ટેકનિકલ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. લખધિરજી એન્જિનિયરિંગ કોલેજ ડિપ્લોમા, મોરબીના આઇ.ટી વિભાગ ખાતે semester-2, 4, 6ના વિદ્યાર્થીઓ દ્વારા ટેકનિકલ અને કલ્ચરલ કાર્યક્રમ યોજાયો હતો. આઈ.ટી. વિભાગના અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ ટેકનિકલ અને કલ્ચરલ કાર્યક્રમોમાં ભાગ લઈ સ્પર્ધાત્મક પ્રદર્શન કર્યું હતું. ટેકનિકલ કાર્યક્રમમાં એક્સપર્ટ લેક્ચર, વિદ્યાર્થી દ્વારા પ્રેઝન્ટેશન, ગ્રૂપ ડીસ્કશન જેવા કાર્યક્રમ યોજાયા હતા. કલ્ચરલ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ અને સિંગીંગ અને અંતમાં ગરબાનો કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. અંતે વિજેતા થનાર તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ઉજજવળ ભવિષ્યને લાગતા કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓને આઇટી વિભાગના દરેક અધ્યાપકો દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનું સંચાલન આઇટી વિભાગના અધ્યાપક મનિષ કે. ચાનપા તથા મયુરી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text