મોરબીમાં પરશુરામ યુવાગ્રુપ દ્વારા પરશુરામ જન્મોત્સવ ઉજવાશે 

- text


મોરબી : પરશુરામ યુવાગ્રુપ મોરબી દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં રાસગરબા, શોભાયાત્રા, અન્નકૂટ, મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

પરશુરામ યુવાગ્રુપ મોરબી દ્વારા ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર, ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આગામી તારીખ 22 એપ્રિલનાં રોજ ભગવાન પરશુરામનો પ્રાગટ્ય દિવસ હોય પરશુરામ યુવાગ્રુપ દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જ્યારે આ સાથે જ 21 એપ્રિલનાં રોજ રાત્રે 9 કલાકે નવલખી રોડ પરના પરશુરામ ધામ ખાતે ભવ્ય રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પરશુરામ જન્મોત્સવની ઉજવણીના ભાગ રૂપે પરશુરામ યુવાગ્રુપ મોરબી દ્વારા 22 એપ્રિલના રોજ શ્રી ગાયત્રી મંદિર, વાઘપરા ૧૪ થી દાદા શ્રી પરશુરામની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે જે બપોરે 4 કલાકે શ્રી ગાયત્રી મંદિર થી પ્રસ્થાન કરી મોરબી શહેરનાં મુખ્ય માર્ગો પર ફરી શ્રી પરશુરામ ધામ નવલખી રોડ પર પહોંચશે. જ્યાં 7-30 કલાકે સાંજે પરશુરામ દાદાની મહા આરતી કરવામાં આવશે તેમજ દાદાને અન્નકુટનો પ્રસાદ ધરવામાં આવશે. ત્યાર બાદ સર્વે ભૂદેવો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેની મોરબીમાં વસતા સર્વે ભુદેવોને નોંધ લેવા શ્રી પરશુરામ યુવાગ્રુપ મોરબીના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે, મહામંત્રી કમલભાઈ દવેની યાદીમાં જણાવાયું છે.

- text

- text