મોરબીમા યંગ ઇન્ડિયા ગ્રુપ RTE અંતર્ગત શાળાઓમાં પ્રવેશની પ્રક્રિયાના ફોર્મ ભરી અપાશે

- text


યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાલીઓને ઓનલાઇન આર.ટી.ઇ. ફોર્મ નિઃશુલ્ક ભરી આપવા માટે વ્યવસ્થા ગોઠવાઈ

મોરબી : રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે આર.ટી.ઇ. અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા આજથી શરુ કરી દેવામાં આવી છે. આર.ટી.ઇ. અંતર્ગત શાળાઓમાં પ્રવેશની પ્રક્રિયા ઓનલાઇન હોય છે. આથી, મોરબીમાં સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ જરૂરિયાતમંદ વાલીઓની વ્હારે આવ્યું છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાલીઓને ઓનલાઇન આર.ટી.ઇ. ફોર્મ નિઃશુલ્ક ભરી આપવામાં આવશે. આ સેવાનો લાભ લેવા વાલીઓએ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે નિયત એડ્રેસ પર આવવા યંગ ઇન્ડિયા ગ્રુપે અનુરોધ કર્યો છે.

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ થઇ ગઈ છે. તારીખ 10/04/2023થી 22/04/2023 સુધી https://rte.orpgujarat.com વેબસાઈટ પર પ્રવેશ પ્રક્રિયાનું ફોર્મ ભરવાનું હોય છે. મોરબીમાં જે જરૂરતમંદ વાલીઓ પોતાના સંતાનને ખાનગી શાળામાં ધો. 1થી 8 તદ્દન ફ્રીમાં ભણાવવા ઇચ્છતા હોય એ વાલીઓ જરૂરી ડોક્યુમેન્ટસ તૈયાર કરી યંગ ઇન્ડિયા ગ્રુપનો સંપર્ક કરી શકે છે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ જોઈએ તો બાળક માટે આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર (બાળકના 1 જૂન, 2023 સુધીમાં છ વર્ષ પૂર્ણ થવા જોઈએ), બેન્ક ખાતાની પાસબુક (મરજિયાત) અને પાસપોર્ટ સાઈઝના બે ફોટોસ તેમજ વાલીઓ માટે જાતિનો દાખલો, પિતાનું આધાર કાર્ડ, માતાનું આધાર કાર્ડ, આવકનો દાખલો (શહેરી વિસ્તાર માટે 1,50,000/-, જ્યારે ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000/- નો રહેશે (31/03/2021 પછીનો), વાલીની બેન્ક ખાતાની પાસબુક તથા ડોક્યુમેન્ટ જો હોય તો બી.પી.એલ. કાર્ડ (0 થી 20 આંક ધરાવતું તમામ કેટેગરીવાળું), બાળકનું આંગણવાડી છોડ્યાનું પ્રમાણપત્ર, સિંગલ ચાઈલ્ડ ગર્લનું પ્રમાણપત્ર (જો સંતાનમાં એકમાત્ર સંતાન દીકરી હોય અને ભવિષ્યમાં બીજા બાળકનો પ્લાન ના હોય) સાથે લાવવાના રહેશે.

- text

વાલીઓએ ફોર્મ ભરવા માટે 1) ડી.આર. સિક્યુરિટી, લવકુશ કોમ્પ્લેક્સ, એચ.ડી.એફ.સી. બેંકની પાસે, બેલ પીયાટોશ રેસ્ટોરન્ટની બાજુમાં, રવાપર રોડ, મોરબી ખાતે તેમજ 2) યંગ ઇન્ડિયા ગ્રુપની ઓફીસ, ક્રિષ્ના પાન સામે વજેપર મેઈન રોડ મોરબી ખાતે સમય સવારે 10 થી 11 દરમિયાન ફોન જવાનું રહેશે. વધુ વિગત માટે દિલીપભાઈ દલસાણીયાના મો.નં. 80008 27577 પર સંપર્ક કરી શકાશે. તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાલીઓને ઓનલાઇન આર.ટી.ઇ. ફોર્મ નિઃશુલ્ક ભરવાની સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

- text