મોરબીમાં બહારગામના પરિક્ષાર્થીઓની મદદે સંસ્થાઓ અને પોલીસ આગળ આવી

- text


યંગ ઇન્ડિયા ગ્રૂપે કચ્છ, જામનગર, ભાવનગર, અમદાવાદ, દ્રારકાના 800થી વધુ ઉમેદવારોને રહેવા જમવાની સુવિધાઓ આપી પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડયા : પોલીસ દ્વારા પણ અનેક ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર પોહચાડ્યા 

મોરબી : મોરબીમાં ક્રાંતિકારી વિચારોને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નાત જાતના બંધનોથી સર્વધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરી આજે લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા બહારગામના ઉમેદવારોને જરાય હાલાકી ન પડે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા બહારગામના ઉમેદવારોને રહેવા અને જમવાની સુંદર વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. જેમાં આ ઉમેદવારોને રહેવા અને જમવાની સુવિધાઓ આપવાની સાથે તેમના પરીક્ષા કેન્દ્રો ઉપર પણ પહોંચાડ્યા હતા. સાથે મોરબી જિલ્લા પોલીસે પણ અનેક ઉમેદવારોને તેમના પરીક્ષા સ્થેલ પોહચવામાં મદદ કરી હતી.

મોરબી ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવતા બહારગામના પરિક્ષાર્થીઓને હાલાકી ન પડે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ તેમની મદદે આવ્યું છે અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બહારગામના પરિક્ષાર્થીઓ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓએ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત બનાવાયું હતું. જેમાં કચ્છ, જામનગર, ભાવનગર, અમદાવાદ, દ્રારકાના 800થી વધુ ઉમેદવારો નોંધાયા હતા. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, જુનિયર કલરકની પરીક્ષા આપવા આવેલા તમામ જ્ઞાતિના ઉમેદવારો માટે વિનામૂલ્યે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી હતી. આ ઉમેદવારો બહારના જિલ્લાના હોય ઘણા ઉમેદવારોનું મોરબીમાં કોઈ પરિચિત ન હોય રહેવા અને જમવા જ્યાં ત્યાં ભટકવું ન પડે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ તેમની મદદે આવ્યું હતું. આ 800 જેટલા ઉમેદવારોને નિયમિત રહેવા જમવાની વ્યવસ્થા કરી એટલું જ નહીં પણ વાહનો દ્વારા આ ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્રો પર નિયત સમયે પહોંચાડવામાં આવ્યા હતા.

આ સાથે મોરબી જિલ્લા અને ટ્રાફિક પોલીસે પણ અનેક ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પોહચાડવા માટે મદદરૂપ બન્યા હતા. જેમાં જુનિયર ક્લાર્ક પરીક્ષા બંદોબસ્ત માં રહેલ પી સી આર વાન માં પેટ્રોલીંગ ના કર્મચારીઓ પરીક્ષાર્થીઓને મોડું થયેલ હોય સમયસર પરીક્ષા કેન્દ્ર સેન્ટ મેરી સ્કૂલ પર પહોચાડવા માટે બી ડિવિઝન પોલીસના UHC ભગવાનભાઈ ખટાના, UPC શક્તિસિંહ જાડેજા, UPC કુલદીપસિંહ જાડેજા, APC યજુવેન્દ્રસિંહ રાણા સહિતના પોલીસ જવાનોએ મદદ કરી હતી.

- text

- text