હળવદની ત્રણ વિદ્યાર્થીઓની જૂડો અને બેડમિન્ટનમા રાજ્યકક્ષાએ પસંદગી

- text


હળવદ : હળવદ તક્ષશિલા સંકુલના ત્રણ વિદ્યાર્થીઓની જૂડો અને બેડમિન્ટનમા DLLS એન્ટ્રન્સ ટેસ્ટમા રાજ્ય કક્ષાએ પસંદગી થઈ છે. DLSS મા એડમિશન મેળવી સરકાર દ્વારા રમતની સઘન તાલિમ, સ્કુલ અને હોસ્ટેલ સુવિધા ફ્રીઓફમાં મેળવવાપાત્ર બન્યા છે.

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ સ્કુલમા એડમિશન માટેની પ્રુવન ટેસ્ટનુ રિઝલ્ટ જાહેર થયું. આ મેરિટ લિસ્ટમાં હળવદની તક્ષશિલા સંકુલના ત્રણ વિદ્યાર્થીઓ રાજયકક્ષાના મેરિટમા પસંદગી પામ્યા છે. શાળાના કૈલા પિનાક રમેશભાઈએ બેડમિન્ટન રમતમાં જ્યારે વાઘેલા વિશાલ હસમુખભાઈ અને ચરમારી હિતેન મુકેશભાઈએ જૂડો રમતમાં મેરિટમાં સ્થાન પામ્યા હતા. આ પ્રુવન ટેસ્ટમાં શટલ રન, સ્મેશ, ફિટનેસ ટેસ્ટ, સ્ટેન્ડિંગ ટેકનિક, મુવમેન્ટ અને ગ્રાઉન્ડ ટેકનિક જેવા ક્રાયટેરિયાનુ સંયુક્ત મેરિટ બને છે.

રાજ્યકક્ષાએ પસંદ થતા આ ત્રણેય વિદ્યાર્થીઓને સરકાર દ્વારા હોસ્ટેલમા રહેવાનું અને સ્કુલમાં ભણવાનુ તથા જે તે રમતની સઘન તાલિમ નિ: શુલ્ક આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓ પોતાની રમતમાં એશિયન, કોમનવેલ્થ તથા ઓલમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે તેવી શુભેચ્છા શાળાના એમડી ડો. મહેશ પટેલે પાઠવી હતી. બેડમિન્ટન કોચ પરેશ વસર અને જુડો કોચ પૂજાબેન ઓરા તથા પ્રકાશ જોગરાણાએ આ વિદ્યાર્થીઓને ટેકનિકલ ટ્રેનિંગ આપી હતી. શાળાના ટ્રસ્ટી રમેશ કૈલા, રોહિત સિણોજીયા અને હિતેશ કૈલાએ ત્રણેય વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text