લાલપર ગામે 8 માસથી રખળતા- ભટકતા યુવકનું પરિવાર સાથે મિલન કરાવાયુ

- text


સેવાભાવીઓએ વાળ-દાઢી કરી નવડાવી નવા કપડા પહેરાવી યુવકને તેના પરિવારને સોંપ્યો

મોરબી : મોરબીના લાલપર ગામે છેલ્લા 8 મહિનાથી રખડતું ભટકતું જીવન જીવતા એક યુવકની વ્હારે સામાજિક કાર્યકરો આવ્યા હતા. તેઓએ આ યુવકને તેના પરિવાર સુધી પહોંચાડ્યો હતો.

લાલપર ગામે લકીભાઈ વીંધણીએ સામાજિક કાર્યકર કૌશલ મહેતાને ફોન કરી જાણ કરી હતી કે અહીં રોડ પર 8 માસથી એક ભાઈ બિનવાસી હાલતમા છે. તો આપ એની યોગ્ય વ્યવસ્થા કરી આપો. જેથી સામાજિક કાર્યકરોની ટીમે ત્યાં પહોંચી યુવકના વાળ દાઢી કરી નવડાવી નવા કપડા પહેરાવી તૈયાર કર્યો હતો. સામાજિક કાર્યકરોએ પૂછતાછ કરતા આ યુવક નિલેશભાઈ મેર હોય અને ચોટીલા પાસે બામણબોર ગામે રહે છે તેવું માલુમ પડ્યું હતું જેથી એમના પરિવારનો કોન્ટેક કરતા એમને સહી સલામત એમના ઘરે એમના પરિવારને સોંપેલ છે.

આ સેવા કાર્યમાં કૌશલ એ મહેતા, રાજુભાઈ દવે, મુસાભાઈ બ્લોચ, વિજયભાઈ સીસોદીયા, લકીભાઈ વિધાણી,અને વિજયભાઈ રાઠોડ જોડાયા હતા.

- text

- text