ક્રિકેટમેચમાં હળવદ યાર્ડને હરાવી મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ વિજેતા બની

- text


મોરબી સીટી બી ડિવિઝન અને હળવદ માર્કેટિંગ યાર્ડ ટીમ વચ્ચે ફ્રેન્ડલી ક્રિક્રેટ મેચ યોજાઈ

હળવદ : મોરબી બી ડિવિઝન અને હળવદ માર્કેટ યાર્ડની ટીમ વચ્ચે ફ્રેન્ડલી ક્રિક્રેટ મેચ યોજાઈ હતી. હળવદમાં રમાઈ રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાયેલ આ મેચમાં હળવદ માર્કેટ યાર્ડને હરાવી મોરબી બી ડિવિઝનની ટીમ વિજેતા બની હતી.

હળવદ ખાતે હળવદ પ્રિમયર લીગ દ્વારા 12 દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાયનલ મેચ રમાઈ હતી. જો કે ફાયનલ મેચ રમાઈ તે પહેલાં અધિકારીઓ કર્મચારીઓનો ઉસ્તાહ જળવાય રહે અને પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદનો સેતુ બંધાય તે માટે હળવદ માર્કેટીંગ યાર્ડ અને મોરબી બી ડિવિઝનની ટીમ વચ્ચે 10-10 ઓવરની ફ્રેન્ડલી ક્રિકેટ મેચ યોજાઈ હતી. કોઇપણ સ્પર્ધા વગર એકદમ ખેલદિલી અને મૈત્રીભાવથી યોજાયેલી આ ક્રિકેટ મેચમાં હળવદ માર્કેટીંગ યાર્ડ અને મોરબી બી ડિવિઝનની ટીમેં ઉત્કૃષ્ઠ પરફોર્મન્સ દાખવ્યું હતું. જેમાં પ્રથમ દાવમાં ઉતરેલી મોરબી બી ડિવિઝનની ટીમેં ચોગ્ગા છગ્ગા ફટકારીને 10 ઓવરમાં હળવદ માર્કેટ યાર્ડને 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

- text

આ ટાર્ગેટનો પીછો કરતા હળવદ માર્કેટ યાર્ડની ટીમ માત્ર 85 રનના ઓલાઉટ થઈને તંબુ ભેગી થઈ ગઈ હતી.જો કે મહત્વની બાબત એ છે કે હારેલી હળવદ માર્કેટ યાર્ડની ટીમના સેક્રેટરી મહેશભાઈ પટેલે 13 બોલમાં 25 રન ઝુડી નાખ્યા હતા.અને બીજા ખેલાડીઓ રમી શકે તે માટે તેઓએ બેટ મૂકી દીધું હતું પણ નિર્ણય ભારે પડ્યો હતો અને તેમની ટીમે હાર સહન કરવી પડી હતી.

- text