હળવદમાં યોજાયેલ એચપીએલમાં RSB સુપર કિંગ ચેમ્પિયન બની

- text


રનર્સઅપ ટીમ તરીકે કેસરી સ્ટ્રાઈકર : એચપીએલના બેસ્ટ બોલરનો ખિતાબ લેમન ભરવાડના શિરે

હળવદ : હળવદ પ્રીમિયર લીંગ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની મંગળવારે ફાઇનલ મેચ યોજાયો હતો જેમાં આરએસબી સુપર કિંગ અને કેસરી સ્ટ્રાઈકર વચ્ચે બરાબરનો મુકાબલો જામ્યો હતો જોકે આખરે આરએસબી સુપર કિંગ ચેમ્પિયન બની હતી જ્યારે કેસરી સ્ટ્રાઈકર રનર્સઅપ બની હતી.

હળવદ શહેરમાં આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુના સોમનાથ ક્રિકેટ ગ્રાઉન્ડમાં હળવદ પ્રીમિયર લીગ-૩ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ આઈપીએલના ફોર્મેટ મુજબ રમાઈ હતી. જેમાં હળવદ તાલુકાની જુદી જુદી 10 ટીમોએ ભાગ લીધો હતો મંગળવારે યોજાયેલ ફાઇનલ મુકાબલામાં આરએસબી સુપર કિંગ અને કેસરી સ્ટ્રાઈકર વચ્ચે બરાબરનો મુકાબલો જામ્યો હતો જેમાં આરએસબી સુપર કિંગ ચેમ્પિયન બની હતી જેથી તેઓને રૂપિયા 1.51 લાખ રોકડા અને ટ્રોફી આપવામાં હતી જ્યારે રનર્સઅપ ટીમ તરીકે કેસરી સ્ટ્રાઈકરને એક લાખ રોકડા અને ટ્રોફી આપવામાં આવી હતી.બાર દિવસ સુધી ચાલેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રશિયાઓ ક્રિકેટ નિહાળવા ઉમટી પડ્યા હતા.

સાથે-સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન તરીકે જીતેન્દ્ર હની, બેસ્ટ બોલર તરીકે લેમન ભરવાડ કે જેઓએ આ ટુર્નામેન્ટમાં 18 વિકેટ લીધી હતી, બેસ્ટ વિકેટકીપર તરીકે નટવર સોલંકી રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ઉભરતા સિતારા અક્ષય સોનગરાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું,બેસ્ટ ફિલ્ડર તરીકે મુન્ના પંચાસરાને સન્માનિત કરાયા હતા,આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આસ્થા એવેન્જર્સના સુરેશ બાંમ્ભાએ એક ઓવરમાં 34 રન બનાવી સૌના દિલ જીતી લીધા હતા, ટુર્નામેન્ટમાં અન્ડર નાઇનટીન પ્લેયર તરીકે ધ્રુવ પટેલ તેમજ ટુર્નામેન્ટમાં જે 10 ટીમોએ ભાગ લીધો હતો જેમાં તમામ નિયમોને ફોલો કરનાર બેસ્ટ ટીમ તરીકે કેશરી સ્ટ્રાઈકરને સન્માનિત કરાઈ હતી.

- text

હળવદમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા જીગ્નેશભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ,સનીભાઇ ઠક્કર,મયુરભાઈ રાવલ,દિનેશભાઈ મકવાણા સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.વધુમા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે કાંઈ આવક આવી તેને હળવદના જરૂરિયાતમંદ લોકો પાછળ વાપરવામાં આવશે અગાઉ પણ જે આયોજન કરવામાં આવ્યું હતું તે રકમ પણ કોરોના હોય કે પછી ગાયો માટે ઘાસચારો હોય તેમાં વાપરવામાં આવી હતી.

- text