લગ્ન કરો અને લાંબી જીંદગી જીવો

- text


રિસર્ચમાં સામે આવ્યા પરણિત સ્ત્રી-પુરૂષોના હેલ્થ અંગે ચોંકાવનારા ખુલાસા

મોરબી : લગ્ન તો લાકડાના લાડુ…..ક્યારેય લગ્ન ના કરતા, આવી સલાહ તમે પરણિત લોકો પાસેથી ક્યારેકને ક્યારેક સાંભળી જ હશે. પરંતુ લગ્ન બાદ દુઃખ જ મળે છે અથવા આવી સલાહ પાછળનું મુખ્ય કારણ અને સાબિતી હજી સુધી મળી નથી.જો કે હાર્વર્ડ હેલ્થના સર્વેમાં લગ્નજીવન બાદ જિંદગી વધી જતી હોવાના તારણો સામે આવ્યા છે.

આઇએમ ગુજરાતમાં પ્રકાશિત અહેવાલ મુજબ હાર્વર્ડ હેલ્થ દ્વારા પ્રકાશિત એક લેખમાં લગ્ન કરવાથી અન્ય વ્યક્તિની સરખામણીએ પરણિત લોકો વધારે દિવસો સુધી જીવિત રહે છે અને તેઓનું જીવન સ્વસ્થ હોય છે તેવું સામે આવ્યું છે.ગ્લોબલ એપિડેમિયોલોજી દ્વારા પ્રકાશિત એક રિસર્ચમાં સામે આવ્યું કે, જે મહિલાઓએ ક્યારેય લગ્ન નથી કર્યા તેની સરખામણીએ પરણિત મહિલાઓમાં મૃત્યુનું જોખમ 35 ટકા ઓછું હોય છે. આ સ્ટડીમાં 11,830 અમેરિકન મહિલા નર્સને ઓબ્ઝર્વ કરવામાં આવી. આ સ્ટડીમાં સામે આવ્યું કે, પરણિત મહિલાઓની સરખામણીએ ડિવોર્સ લેનાર મહિલાઓમાં મોતનું જોખમ 19 ટકા હતું.

અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના એક લેટેસ્ટ રિસર્ચમાં સામે આવ્યું કે, પરણિત પુરૂષ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે, એવા પુરૂષોની સરખામણીએ જેઓએ ક્યારેય લગ્ન નથી કર્યા. આ સ્ટડીમાં 45-81 વર્ષના 6800 અમેરિકન પુરૂષોને ઓબ્ઝર્વ કર્યા. જેનાથી પરિણામ મળ્યું કે, વૈવાહિક પુરૂષોની સરખામણીએ આજીવન કુંવારા રહેનારા પુરૂષોમાં મોતની સંભાવના 2.2 ટકા વધારે હતી.​જીવલેણ બીમારીનું જોખમ ઓછુંપરણિત લોકોમાં હાર્ટ ડિઝિઝ, ડિપ્રેશન, એકાંત, ડિમન્શિયા, શુગર, સ્કિન કેન્સરનું જોખમ પણ વધારે હોય છે. તેનું કારણ પરણિત લોકોમાં પોતાના સ્વાસ્થ્યને લઇને સારી જીવનશૈલીનું પાલન હોય છે જે સામાન્ય રીતે સિંગલ વ્યક્તિઓમાં ઓછું જોવા મળે છે.

- text

​લગ્ન કરવાના અન્ય ફાયદાઓલગ્ન માત્ર બે લોકોએ એક જ ઘરમાં રહેવા અને પરિવાર શરૂ કરવા સુધી સીમિત નથી. પરંતુ તેનાથી તમારાં કરિયરમાં સહયોગ, વધારે કમાણી માટે મોટિવેશન ઉપરાંત માનસિક, શારિરીક અને ઇમોશનલી પણ ફિટ રાખે છે. વેબ એમડી ઉપર પ્રકાશિત રિસર્ચ અનુસાર, આ સંબંધમાં આવતા પડકારો અને ખુશીઓ ભૂતકાળની સરખામણીએ વધુ વ્યક્તિગત હોય છે, જેને તમે પોતાને લિમિટને પુશ કરો છો.

​લગ્નમાં ઘટી રહ્યો છે રસઆજના સમયમાં પણ તમામ લોકો પોતાનું જીવન કોઇ પણ અડચણ, રોકટોક વગર જીવવા ઇચ્છે છે. એવામાં લગ્ન કર્યા બાદ એકબીજાં સાથે એડજસ્ટમેન્ટ, ઘરની જવાબદારીઓ ભારરૂપ લાગતી હોય છે. આ સિવાય કેટલાંક લોકો ભૂતકાળના સંબંધમાં થયેલા અનુભવોને કારણે પણ લગ્ન જેવા આજીવન સંબંધમાં બંધાવાથી ખચકાય છે.

- text