મોરબી જૈન સંઘમાં નવપદની ઓળીની સાધનામાં પૂ.રશ્મિરત્ન સૂરીશ્વરજી મ.સા.નું પ્રેરક પ્રવચન

- text


મોરબી : મોરબી જૈન સંઘમાં ૪૫૧ દીક્ષા-દાનેશ્વરી, સૂરી પ્રેમલબ્ધપ્રસાદ પૂજ્યપાદ આ. દેવ ગુણરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન આજીવન ગુરૂગુણ ચરણોપાસક, શ્રમણીગણનાયક પૂજ્યપાદ આ. દેવ રશ્મિરત્ન સૂરીશ્વરજી મહારાજાના મંગળ સાનિધ્યમાં મોરબી નિવાસી દિનાબેન સંપતભાઈ સુતરીયા પરિવાર તરફથી નવપદની ઓળીની સાધનાનો પ્રારંભ થયો.

પ્રવચનમાં જણાવાયું હતું કે ઓળીનો બીજો દિવસ શ્રી સિદ્ધપદ લાલવર્ણ 8 ખમાસમણ 8 સાથિયા 8 લોગ્ગસ કાઉસગ્ગ સર્વ સિદ્ધ ભગવંત કર્મ થી મુક્ત છે અને 8 ગુણ થી યુક્ત છે. એવા સિદ્ધ ભગવંતની આરાધના કરવાનો દિવસ છે.

જિનાલયની ધ્વજા જોઈને અંદર પ્રતિમા સિદ્ધની છે કે અરિહંતની એ ખબર પડે છે.વચ્ચે સફેદ પટ્ટો અને આજુ-બાજુ લાલ પટ્ટો જો ધ્વજામાં હોય તો અંદર પ્રતિમા અરિહંતની હોય છે ,જે જિનયતાન કહેવાય છે અને વચ્ચે લાલ પટ્ટો અને આજુ-બાજુ સફેદ પટ્ટો જો ધ્વજા માં હોય તો અંદર પ્રતિમા સિદ્ધની હોય છે ,જેને સિદ્ધાયતન કહેવાય છે.

પરિકર સાથે ભગવાન અરિહંત અને પરિકર વગરના ભગવાન સિદ્ધ હોય છે.
8 કર્મો થી મુક્ત થઇને જીવને સિદ્ધશિલામાં જતા માત્ર 1 સમય જ લાગે છે,એના 4 દ્રષ્ટાંત શાસ્ત્રમાં બતાવ્યા છે.

પૂર્વ પ્રયોગ:- ધનુષ્યમાંથી બાણ નીકળીને જેવી રીતે સીધું જાય છે તેવી જ રીતે આત્મા કર્મોથી મુક્ત થઇને તરત જ 1 સમયમાં ઉપર જાય છે.

- text

બંધ છેદ:-એરંડનું ફળ પાકતા જ કોશ ખુલે છે અને અંદરથી બીજ ઉછળીને બહાર નીકળે છે તેવી જ રીતે કર્મ નો કોશ ખુલે છે અને આત્મા 1 સમય માં ઉપર જાય છે.

ઉસંગ:-તુંબડાં ની ઉપર માટી નો લેપ હોય છે એ લેપ નીકળી ને જ તુંબડું પાણીમાં તરવા લાગે છે,તેવી જ રીતે આત્મા ની ઉપર કર્મ નો સંગ દૂર થતાં જ આત્મા 1 સમય માં ઉપર જાય છે.

ઉર્ધ્વ ગમન સ્વભાવ:- ધુવાણો જેવી રીતે ઉપર જાય છે તેવી જ રીતે આત્મા નો સ્વભાવ ઉપર જવાનો છે, તેથી જ આત્મા કર્મો થી મુક્ત બનીને મોક્ષ તરફ જાય છે.
મિથ્યાદ્રષ્ટિ જીવ પુણ્યથી પુદ્દગલના સુખની પ્રાપ્તિમાં જ આનંદ મળે છે,પુદ્દગલોમાં સુખની બુદ્ધિ તે અભ્યંતર મિથ્યાત્વ છે. મિથ્યાદ્રષ્ટિના કેન્દ્રમાં પુદ્દગલ દ્રષ્ટિ હોય છે, સમ્યગદ્રષ્ટિના કેન્દ્રમાં આત્મદ્રષ્ટિ છે.
તેથી મયણાસુંદરી એ કહ્યું પુણ્યથી 1. વિનય 2. વિવેક 3. પ્રસન્ન મન 4. શીલસંપન્ન દેહ 5. મોક્ષનો માર્ગ મળે છે. એનો વિસ્તાર કાલના પ્રવચનમાં થશે.

- text