લાલપર નજીક કન્ટેનર ટ્રક હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત

- text


મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક ટ્રક કન્ટેનર નંબર GJ – 03 – AZ – 1164ના ચાલકે અચાનક ડિવાઈડર પાસેથી કન્ટેનર ટ્રક વાળી લેતા બાઈક ચાલક કાળુભાઇ ભુપતભાઇ છાત્રોટિયા રહે.થાનગઢ, સુરેન્દ્રનગર વાળાને પગના પંજામાં ગંભીર ઇજાઓ પહોંચાડતા કાળુભાઈને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે, અકસ્માત સર્જ્યા બાદ કન્ટેનર ચાલક કન્ટેનરને રેઢું મૂકી નાસી જતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

- text

- text