કોરોના બ્લાસ્ટને પગલે મોરબીના મહેન્દ્રનગર, જેતપરમાં ટેસ્ટિંગ વધારાયું

- text


જિલ્લા આરોગ્ય અધિકારીએ સિવિલ હોસ્પિટલ, સીએચસી અને પીએચસીના ડોક્ટરો સાથે મટિંગ કરી કોરોનાને કાબુમાં લેવા માટે ટેસ્ટિંગ વધારવાની તાકીદ કરી

મોરબી : મોરબી જિલ્લામાં ફરી કોરોનાનું ભૂત સળવળીને બેઠું થયું હોય એમ થોડા દિવસો પહેલા એકાદ બે કેસ નોંધાયા બાદ ગઈકાલે અચાનક જ કોરોનાએ તેજ રફતાર પકડી હોય એમ એકીસાથે 17 કેસ નોંધાતા આરોગ્ય તંત્રએ ફરી એકડો ઘૂંટયો છે અને ટેસ્ટિંગ વધારી દીધું છે. આજે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા દવેએ જિલ્લા પંચાયત ખાતે સિવિલ હોસ્પિટલ, સીએચસી અને પીએચસીના ડોક્ટરો સાથે મટિંગ કરી કોરોનાને કાબુમાં લેવા માટે ટેસ્ટિંગ વધારવાની તાકીદ કરી છે.

મોરબી જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું હતું.હાલ 20 કેસ એક્ટિવ છે. જેમાં ખાસ કરીને જેતપર વિસ્તારમાં 9 કેસ અને મહેન્દ્રનગર વિસ્તારમાં 6 કેસ સામે આવતા આ બન્ને કોરોનાથી પ્રભાવિત વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ વધારી દીધું છે. તેમજ એકાદ બે કેસ જે વિસ્તારમાં આવ્યા હોય એ બાજુના તેંમજ આજુબાજુના વિસ્તારમાં અને કોરોના દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓના પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના કેસ વધે તો મોરબીની સિવિલ હોસ્પિટલ, એક મેડિકલ કોલેજ, 30 પીએચસી અને 5 સીએચસીમાં સારવાર અને ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે અને આ ક્ષેત્રોમાં કોરોનાની સંભવિત લહેર માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આખા દિવસમાં 1100થી 1200 ટેસ્ટ અને એમાંથી 80 ટકાના આરટીપીસીઆર ટેસ્ટ કરવાનું આયોજન છે. હાલ તમામ 20 દર્દીઓમાં કોઈની કડીશન ગંભીર નથી. એટલે હોમ આઇસોલેશન હેઠળ જ છે. આજે 300 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એટલે કોરોનાની સંભવિત લહેરને પહોંચી વળવા તંત્ર સક્ષમ હોવાનું જણાવ્યું હતું.

- text

- text