ટંકારા ખાતે પુસ્તક પરબ દ્વારા નારી શક્તિ સન્માન કરાયું

- text


ટંકારા: ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ ઉજવણી અંતર્ગત પુસ્તક પરબ ટંકારા દ્વારા “નારી શક્તિ સન્માન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહમાં રાજકીય ક્ષેત્રે પુષ્પાબેન કામરીયા, સામાજિક ક્ષેત્રે પ્રભાબેન કાનજીભાઈ મનીપરા, શૈક્ષણિક ક્ષેત્રે અગોલા જ્યોત્સનાબેન નારણભાઈ, સુરક્ષા ક્ષેત્રે કિરણબેન રામજીભાઈ ઢેઢી, આરોગ્ય ક્ષેત્રે સુમિતાબેન બિપીનભાઈ ચૌધરીને સન્માન પત્રક આપી સન્માનિત કરાયા હતા.તેમજ બહેનોમાં રહેલી કળાને ઉજાગર કરવા માટે હું નારી નારાયણી અંતર્ગત “વેસ્ટ માંથી બેસ્ટ” સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં મહિલાઓ દ્વારા ખુબ સરસ કલા કૃતિ બનાવમાં આવી હતી અને શ્રેષ્ઠ કૃતિને ઇનામ આપી સન્માનિત કરાયા હતા.

આ તકે ઇન્ડીયન લાયન્સ ક્લબના બહેનો શોભનાબા ઝાલા અને મયુરીબેન કોટેચાએ નિર્ણાયકની ભૂમિકા અદા કરી હતી અને પોતાના તરફથી પણ બહેનોને ઈનામ આપ્યા હતા. ઉપરાંત ઓરપેટ કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઉપર સરસ કૃતિ રજુ કરવામાં આવી હતી. આ તકે પુસ્તક પરબ ટીમે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text