મોરબીમાં દીવાલ કૂદી ચોરી કરવા આવેલો તસ્કર ઝડપાયો

- text


ઘુટુ રોડ ઉપર બનેલા બનાવમાં આજુબાજુથી લોકો એકત્રિત થઈ જતા ચોરને ભાગવું ભારે પડ્યું

મોરબી : મોરબીમાં તસ્કરોની રંઝાડ વચ્ચે ઘુટુ રોડ ઉપર વહેલી સવારમાં ગેરેજમાં ચોરી કરવા ઘુસેલા ચોરને ગેરેજમાં રહેતા કારીગર અને આડોશી – પાડોશીએ ઝડપી લઈ આ ચોરને સીટી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ બહુચર ગેરેજમાં ગઈકાલે વહેલી સવારે ચોરી કરવા દીવાલ ટપીને અંદર ઘુસેલા મૂળ જોડિયાના રહેવાસી અને હાલ પાડાપૂલ નીચે રહેતા જીતુ ગોવિંદ પરમારને ગેરેજમાં અંદર સુતેલા મહેન્દ્રભાઇ નામના કારીગરે રંગે હાથ પકડી લઈ દેકારો કરતા આજુબાજુના લોકો પણ એકઠા થઇ જતા દીવાલ ટપી અંદર આવેલા ચોરને ભાગવું ભારે થઈ પડ્યું હતું.

- text

વધુમાં આ ચોર રિક્ષા લઈને ચોરીના ઇરાદે ગેરેજમાં ઘૂસ્યો હતો અને ઉંચી દીવાલ ટપતા પગમાં ઇજાઓ પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હાલ ગેરેજ માલિક કુલદીપ કુંવરજીભાઈ કાલરીયાએ ચોર વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અપપ્રવેશ અંગે ફરિયાદ નોંધાવી હતી.

- text