મોરબીના રામચોક પાસે ક્રેટા કાર ગાંડી થઈ.. છ વાહનોને હડફેટે લીધા

- text


પાંચ બાઈક અને ગાડી ઝપટે ચઢી, ચોક પાસે બેઠેલા ત્રણથી ચાર વ્યક્તિ માંડ બચ્યા : સદનસીબે જાનહાની ટળી

મોરબી : મોરબીના રામચોકના ઢાળીયા પાસે આજે બપોરે એક ક્રેટા ગાડી અચાનક જ બેકાબુ બનતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. આ બેકાબુ બનેલી કારની હડફેટે પાંચ બાઈક અને અન્ય એક કાર ઝપટે ચડી જતા આ વાહનોને નુકશાન થયું હતું. જો કે, રામચોક પાસે બેઠેલા ત્રણથી ચાર વ્યક્તિ ખસી જતા સદનસીબે જાનહાની ટળી હતી.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ભરચકક વિસ્તાર શનાળા રોડ ઉપર રામચોકના ઢાળીયા પાસે આજે બપોરે પસાર થઈ રહેલી જી.જે.10 ડી. એ. 6638 નંબરની ક્રેટા ગાડીના ચાલકે કોઈ કારણોસર કાર પરથી કાબુ ગુમાવતા આ કાર બેકાબુ બની ગઈ હતી અને બેકાબુ બનેલી કારની હડફેટે ત્યાં પડેલા પાંચ બાઈક અને એક આર્ટિગા ગાડી ચડી જતા એક એક્ટિવા બાઈક કારની નીચે આવી ગયું હતું તેમજ અન્ય એક બાઈક કારની હડફેટે લગભગ 50 ફૂટ દૂર સુધી ઢસડાયું હતું.આથી બે બાઈકનો બુકડો બોલી ગયો હતો. જ્યારે આર્ટિગા ગાડીની પાછળ વિજપોલ આવી જતા આ ગાડી અટકી ગઈ હતી. પણ આ ગાડીને પણ નુકસાન થયું હતું. આ કાર હજુ બેકાબુ હોય પણ રામચોક પાસે બેઠેલા ત્રણથી ચાર વ્યક્તિઓ ઉભા થઈને આઘા ખસી જતા જાનહાની થઈ નથી. આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બાદમાં પોલીસે બેકાબુ બનેલી કારના ચાલકને ઝડપી લીધો હતો. આ કાર ચાલક મોહસીનભાઈ હરિવાલા રહે. કાલાવાડના હોવાનું અને તેને ચક્કર આવી જતા ચાલુ કાર પરથી કાબુ ગુમાવ્યો હોવાનું પ્રાથમિક તારણ છે.

- text

- text