B. com અને BCAના પરિણામમાં મોરબી આર.ઓ.પટેલ મહિલા કોલેજનો દબદબો

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 1 તથા બી.સી.એ. સેમેસ્ટર 1નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે‌. જેમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજનું બી. કોમ. સેમેસ્ટર 1 નું 93% અને બી.સી.એ. સેમેસ્ટર 1 નું 70% જેટલું પરિણામ આવ્યું છે. કોલેજની વિદ્યાર્થિનીઓએ બંન્ને કોર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લાકક્ષાએ કોમર્સ અને કમ્પ્યૂટર સાયન્સ કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થા અને કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું છે.

બી. કોમ. સેમેસ્ટર 1 માં પ્રથમ નંબરે પરમાર તેજલ સુરેશભાઈએ 645/800, બીજા નંબરે સીતાપરા ભાર્ગવી અમૃતલાલ, ત્રીજા નંબરે ઢેઢી રુદ્રિકા નૌતનભાઇ અને નાગર કશિશ દિનેશભાઈ, ચોથા નંબરે ચાવડા પાયલ ડુંગરભાઇ અને કાનાણી ગોપી કૃષ્ણભાઈ, પાંચમા નંબરે પંચાસરા વિરલ રમેશભાઈ તથા બી.સી.એ. સેમેસ્ટર 1 માં પ્રથમ નંબરે રૂપારેલીયા ખુશી મનોજભાઈએ 532/600, બીજા નંબરે કગથરા શ્રુતિ નિલેશભાઈ, ત્રીજા નંબરે બાવરવા હસ્તી કાંતિભાઈ, ચોથા નંબરે જેઠલોજા નિરાલી રાજેશભાઈ અને પાંચમા નંબરે કણજારિયા ચારું નરેન્દ્રભાઈએ રહીને કોલેજનું ગૌરવ વધાર્યું છે.

બી. કોમ. સેમેસ્ટર 1 માં એકાઉન્ટીંગ વિષયમાં 6 વિધાર્થિનીઓએ 100 માંથી 100 માર્ક મેળવી જે તે વિષયમાં સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. બી. કોમ. સેમેસ્ટર 1 માં પ્રથમ વર્ષે જ કુલ 277 વિધાર્થિનીઓમાંથી 250 વિદ્યાર્થીનીઓ એટલે કે 90% વિધાર્થિનીઓએ ફર્સ્ટ ક્લાસ (60% થી વધુ) મેળવીને કોલેજની યશકલગીમાં વધુ એક અદ્વિતીય સિદ્ધીનો ઉમેરો કર્યો છે. ઉચ્ચ શિક્ષણના મૂલ્યમાં સતત વધારો થાય એ જ આ સંસ્થા અને કોલેજનો હંમેશને માટે મૂળમંત્ર છે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની અભ્યાસની સાથોસાથ વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસ માટેની નવીનત્તમ ટેકનિકલ પદ્ધતિઓની પહેલ કરવામાં કોલેજનો ટિંચિગ સ્ટાફ હરહંમેશ પ્રયત્નશીલ રહે છે.

- text

સર્વે વિધાર્થિનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, અધ્યક્ષ વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના તથા કમ્પ્યુટર સાયન્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text