હળવદના સુસવાવ ગામની શાળાનો 66મો સ્થાપના દિન ઉજવાયો

- text


હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામની સરકારી શાળાના 66મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જેમા સાસ્કૃતિક કાર્યક્રમ તેમજ સરકારી નોકરી મેળવનાર ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.

શાળાના સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે સાસ્કૃતિક કાર્યક્રમમા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજુ કરી ગામલોકોના દિલ જીતી લીધા હતા. સાથે સ્વ. નરસીંહભાઇ અવચરભાઇ પાડલીયાના પરિવાર દ્વારા શાળાના મુખ્ય ગેઇટ માટે રૂ.1,11,000ના દાનની જાહેરાત કરી હતી.

- text

આ કાર્યક્રમમા જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ સીહોરા, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઇ સોનાગ્રા, પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ, રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના પ્રમુખ વાસુદેવભાઇ ભોરણીયા, સંઘના મહામંત્રી રાજુભાઇ ગોહીલ, પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ પ્રફુલભાઇ નાયક, મહામંત્રી ચતુર પાટડીયા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રવિણ અબારીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિપાબેન, કેળવણી નિરિક્ષક સુનિલભાઇ તેમજ સુસવાવ ગામના સરપંચ હરીચંદ્ધસિંહ ઝાલાએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન આચાર્ય મનસુખભાઇના માર્ગદર્શન હેઠળ શાળા પરીવાર દ્વારા કરવામા આવ્યુ હતુ.

- text