બુટલેગર બુટીએ બાથરૂમમાં છુપાવેલ 72 બોટલ દારૂ ઝડપી લેતી પોલીસ

- text


હળવદ પોલીસે બુટલેગરને પહેલા એક બોટલ સાથે ઝડપી લીધા બાદ ત્રીજું નેત્ર ખોલતા જ રૂ.25,540નો જથ્થો કાઢી આપ્યો

મોરબી : હળવદ શહેરના કુંભારપરા વિસ્તારમાથી પોલીસે બાતમીને આધારે દરોડો પાડી બુટલેગર મુકેશ ઉર્ફે બુટી નામના શખ્સને એક બોટલ દારૂ સાથે ઝડપી લીધા બાદ ખાખીનો કલર બતાવતા જ બુટલેગર બુટીએ પોતાના રહેણાંક મકાનના બાથરૂમમાં છુપાવેલ 72 બોટલ દારૂનો જથ્થો કાઢી આપતા પોલીસે પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસ મથકના પોલીસ કોન્સટેબલ ગંભીરસિંહ વાઘજીભાઈ તથા બીપીનભાઈ મંગળભાઈએ બાતમીના આધારે આરોપી મુકેશભાઈ ઉર્ફે બુટી રાણાભાઈ મુંધવાને એક બોટલ સાથે ઝડપી લીધા બાદ પૂછતાછમા પોતાના કુંભારપરા વિસ્તારમાં રામાપીરના મંદીર પાસે આવેલા રહેણાંક મકાનમા બાથરૂમમાં વિદેશીદારૂનો જથ્થો છુપાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની વિદેશીદારૂની બોટલોમા રોયલ ચેલેન્જની બોટલ નંગ-12 કિંમત રૂ.6240, ઓલસીઝન વ્હીસ્કીની બોટલ નંગ-20 કિંમત રૂપિયા 6400, મેકડોવેલ નંબર વનની બોટલ નંગ-12 કિંમત રૂપિયા 4500 અને ગોલ્ડ કોઈન વ્હીસ્કીની બોટલ નંગ-28 કિંમત રૂપિયા 8400 મળી કુલ બોટલો નંગ-72 કિંમત રૂપિયા 25,400 નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ હતો.

- text

આ સફળ કામગીરી હળવદ પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એમ.વી.પટેલ, પોલીસ હેડ કોન્સટેબલ કિશોરભાઈ મનજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ, બીપીનભાઇ મંગળભાઈ, ગંભીરસિંહ વાઘજીભાઈ, તેજપાલસિંહ મહિપતસિંહ, કમલેશભાઇ રાજુભાઈ તથા વુમન પોલીસ કોન્સટેબલ અસ્મિતાબેન પોપટભાઈ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.

- text