હૈયું, હામ અને હિમાલય, મોરબીના મહિલા પોલીસની સિદ્ધિ વર્ણવતા પુસ્તકનું વિમોચન

- text


ભૂમિકાબેન ભૂતની ગિરનારને સર કરવાની સિધ્ધિ વર્ણવતા પુસ્તકનું રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે વિમોચન કરાયું : મોરબી જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા

મોરબી : અનેક વખત ગિરનાર પર્વત સર કરીને જ્વલંત સિદ્ધિ મેળવી મોરબી જિલ્લા પોલીસ બેડાનું નામ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કરનાર મહિલા પોલીસ કર્મચારી ભૂમિકાબેન ભૂતની ગિરનાર સર કરવાની સંઘર્ષગાથાને રજૂ કરતું હૈયું હામ અને હિમાલય નામનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આજે આ પુસ્તકનું ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતેથી પુસ્તક વિમોચન વિધિમાં મોરબી જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા અને રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મોરબી જિલ્લાનું નામ રોશન કરનાર ભૂમિકાબેન ભૂતે પોતાના ભુતકાળના અનુભવ અને મહિલા તરીકે રમત ગમત ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિ અંગેના અનુભવ તેમજ હિમાલય ટ્રેકિંગ કરવા અગાઉ કરાયેલ પ્રયાસ હિમાલય ટ્રેકિંગ સમયના ચઢાવ તેમને જેમણે પણ મદદ કરી હતી તેમના વિશે માહિતી ટ્રેકિંગ વખતે થયેલ સારા નરસા અનુભવ અને સિદ્ધિ સુધી પહોચવા તેમણે કરેલી મહેનતવ અને જેમનો પણ સાથ સહકાર મળ્યો તેમના વિશેની વાત રજુ કરતું હૈયું હામ અને હિમાલય નામનું પુસ્તક તૈયાર કર્યું હતું,

આ પુસ્તકનું આજે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતેથી વિમોચન કરવામાં આવ્યું હતું પુસ્તક વિમોચન બાદ ભૂમિકા બેનને શુભેચ્છા પાઠવી હતી અને આગામી દિવસોમાં ઉજવળ ભવિષ્યની પ્રાર્થના કરી હતી અને ગૃહ વિભાગ દ્વારા તેમને જે પણ મદદની જરૂર હશે તે પૂર્ણ કરવા તૈયાર રહેશે તેવું પણ આશ્વાસન આપ્યું હતું આ તકે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ ધ્રાંગધ્રા- હળવદના ધરાસભ્ય પ્રકાશ વરમોરા પણ જોડાયા હતા. મહિલા પોલીસ કર્મી ભૂમિકા બેન ભૂતે અગાઉ અનેક વખત રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગીરનાર સર કરી હતી આ ઉપરાંત ગુજરાત પોલીસની વિવિધ રમત ગમત સ્પર્ધામાં ઉત્ત્પષ્ટ પ્રદર્શન કરી મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું.

- text

- text