મોરબીની વાંકડા પ્રાથમિક શાળાને ૧૦૦ વર્ષ પૂર્ણ, સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાયો

- text


વિદ્યાર્થીઓએ જુદાં- જુદાં નાટકો અને દેશ ભક્તિની ઝાંખી રજૂ કરી

મોરબી: મોરબી જિલ્લાના વાંકડા ગામની પ્રાથમિક શાળાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયાં છે. જેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાની વાંકડા પ્રાથમિક શાળાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા- જુદા નાટકો, દેશભક્તિની ઝાંખી કરાવતી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૧૦૦ વર્ષ દરમિયાન રહી ચૂકેલા ૧૨૦ જેટલા આચાર્યોને ગ્રામજનોએ યાદ કર્યા હતા. તેમજ ગામના સેવાભાવી ડોક્ટર ચંદ્રેશભાઈ વડગાસિયાનું અને મોરબી શિક્ષક સંઘના અધિકારનું સન્માન કરવામાં આવ્યું હતું. વાંકડાના ગામ લોકો અને સરપંચ દ્વારા શાળાના આચાર્ય તેમજ તમામ શિક્ષકોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી.

- text

- text