હળવદમાં 17 વર્ષથી ખુલ્લામાં રહેતા દંપતીને ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપે મકાન બનાવી આપ્યું

- text


હળવદ: હળવદમાં એક પતિ-પત્ની મજૂબરી અને પરિસ્થિતિના કારણે ખુલ્લામાં વસવાટ કરી રહ્યા હતા ત્યારે આ વાતની જાણ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદને થતા જ ગ્રુપના પ્રમુખ ત્યા તાત્કાલિક ધોરણે જઈ યોગ્ય તપાસ કરીને તેઓને પોતાનું રહેવાનું એક નાનુ મકાન થઈ જાય એવો નિર્ણય લઈ ફક્ત 5 દિવસમાં જ એક સરસ મજાનું મકાન બનાવી દેવામાં આવ્યું છે.

પતિ-પત્ની રહી શકે અને કોઇ તકલીફ ના પડે એવી જગ્યા પસંદ કરીને તેઓને આજે તે મકાન સોંપી દેવામાં આવ્યુ હતું અને આજ રોજ ઘરપ્રવેશ કરી તેમને રહેવા માટે સહારો કરી આપવામાં આવ્યો હતો.

- text

પતિ-પત્નીને રહેવા માટેની વ્યવસ્થાની જરૂરિયાત હોવાનો મેસેજ જોતા જ અનેક લોકોએ નાણાકીય સહાય કરી હતી. આખુ મકાન બનાવવાની ફ્રી સેવા મનોજભાઇ પીઠવા ફેબ્રીકેશન વાળાએ આપી હતી. આ ઉપરાંત પટેલ મેડિકલ હળવદ ધીરૂભાઇ, દેવેન્દ્રભાઇ પટેલ (અજીતગઢવાળા), રામભરોસે હળવદ, સ્વ.ઘનશ્યામભાઈ શેલુભાઈ મકાસણા હસ્તે. પ્રતીકકુમાર ઘનશ્યામભાઈ મકાસના (મેતાજી), ધર્મેશભાઈ, રામદાન ગઢવી (પોલીસ હળવદ), મેહુલ ધનજીભાઇ (કવાડીયાવાળા), મહેશભાઇ ભરવાડ (જામનગર), સંજય માળી (મહાકાળી ફૂલ ભંડાર), વેલકમ સુઝવાળા ઓવીસભાઇ, જયસ્વાલ બેકરી હળવદ, વિક્રમ મનુભાઇ કરોતરા, ચાવડા દીલીપભાઇ, જીગ્નેશભાઇ ત્રેવેદી, પ્રકાશભાઇ પટેલ ટાયરવાળા, ધ ફેશન ટાઉન હળવદ મંથનભાઇ, કલ્પેશભાઇ, બીપીનભાઇ કાપડીયા (બ્રિલીયનટ ક્લાસીસ)નો સહયોગ મળ્યો હતો.

- text