સો – ઓરડીમાં સોમવારથી પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થશે

- text


ભાગવત આચાર્ય શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે : કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા મિલન જેવાં પ્રસંગો ઉજવાશે

મોરબી : મોરબીના સો – ઓરડી વિસ્તાર દ્રારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના કાળ તેમજ ઝૂલતાપૂલનાં ગુમાવેલા સદગતની આત્માની શાંતિ અર્થે તેમજ પિતૃઓના મોક્ષાર્થે સો – ઓરડી વિસ્તારના ધર્મપ્રેમી લોકો દ્રારા તા. ૨૭ ફેબ્રુઆરી થી ૫ માર્ચ દરમિયાન બપોરના ૩ થી ૬ કલાકે સૌ.ઓરડી મેઈન રોડ, અંબિકા ગરબી ચોક ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૨૭ના સાંજે ૪ કલાકે પોથી યાત્રા નીકળશે. તેમજ તા. ૨ના કૃષ્ણ જન્મોત્સવ, તા. ૪ના રૂક્ષ્મણી વિવાહ, તા. ૫ના સુદામા મિલન જેવા પ્રસંગો ઉજવવામાં આવશે. ભાગવત કથાનું વ્યાસપીઠેથી મોરબીના ભાગવત આચાર્ય શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત સો – ઓરડી વિસ્તારના લોકો, સર્વ મિત્રમંડળ, સર્વ સામાજિક- સેવાકીય સંસ્થા જહેમત ઉઠાવી રહી છે. મોરબી તેમજ આજુબાજુના ગામોની ધર્મપ્રિય જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text