૨૫૦ છાત્રોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી જન્મદિવસ ઉજવતા સામાજિક આગેવાન

- text


મોરબી: મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના પાયાના સભ્ય એવા ભીખાભાઈ લોરિયાએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

જેમાં તેઓએ પોતાના વતન વેજલપરની પ્રાથમિક શાળાના ૨૫૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેમના જન્મદિવસની સાર્થક રીતે ઉજવણી કરી હતી. તેમજ ચિત્રા હનુમાનજી ધૂન મંડળ તરફથી વેજલપર ગામની વિધવા તેમજ ગરીબ પરિવારની બહેનોને તથા મોરબીના શકત શનાળા ગામના બ્રાહ્મણ વિધવા બહેનને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

આ સેવાકીય પ્રવૃત્તિમાં અલ્પેશભાઈ લોરિયા, ઓધાભાઈ, ચંદુભાઈ કડીવાર, ગૌતમભાઈ ગૌસ્વામી, કાંતિભાઈ વેગડ ઉપસ્થિત રહ્યા હતા. બાળકો તેમજ ગરીબ વિધવા બહેનોના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી અને આ રીતે ભીખાભાઈના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમ ધૂન મંડળના પ્રમુખ ટી. સી. ફૂલતરિયાએ જણાવ્યું હતું.

- text