મોરબીના કબીર આશ્રમે 4 અને 5 માર્ચે પારખ સતસંગ પ્રવચન કાર્યક્રમ

- text


મોરબીઃ મોરબીના રેલવે સ્ટેશન સામે આવેલા સંતકુટિર, કબીર આશ્રમ ખાતે આગામી તારીખ 4 અને 5 માર્ચના રોજ પારખ સતસંગ પ્રવચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કબીર પારખ નિર્ણય ભક્ત મંડળ તેમજ કબીર આશ્રમ સંત કુટિર, મોરબીના સંયુક્ત ઉપક્રમે કબીરજીના વિચારોને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશથી ભજન, સતસંગ, પ્રવચન, ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના બુરહાનપુરથી આચાર્ય મહાન સાહેબ પધારશે. સાથે અન્ય સંતો મહંતો પધારી માનવજીવનના વિવિધ પાસાઓને લઈ અમૃતવચનો સંભળાવશે. 4 માર્ચના રોજ બપોરે 3 થી 6 સતસંગ, સાંજે 6 થી 7 સંધ્યાપાઠ, સાંજે 7 વાગ્યે મહાપ્રસાદ અને રાત્રે 9 થી 11 સતસંગ પ્રવચન યોજાશે. જ્યારે 5 માર્ચના રોજ સવારે 9 થી 12 સતસંગ પ્રવચન, બપોરે 12 વાગ્યે ગુરુપૂજન, આરતી અને બપોરે 1 વાગ્યે ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. તો આ કાર્યક્રમનો લ્હાવો લેવા સૌને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text