સિરામિક ઉદ્યોગોને વધુ એક માર : ગુજરાત ગેસ દ્વારા દોઢ રૂપિયાનો ભાવ વધારો

- text


 

અગાઉ પ્રોપેન ગેસમાં ભાવ વધારો ઝીંકાયા બાદ ઉદ્યોગો નેચરલ ગેસ તરફ વળ્યા, ત્યા જ ગુજરાત ગેસે પણ ભાવ વધારો કરી દીધો

મોરબી : વિશ્વ વિખ્યાત એવા મોરબીના સિરામિક ઉદ્યોગોને વધુ એક માર પડ્યો છે. કારણકે અગાઉ પ્રોપેન ગેસમાં ભાવ વધારો થયા બાદ હવે ગુજરાત ગેસે પણ નેચરલ ગેસમાં રૂ.દોઢનો ભાવ વધારો કરી દેતા હવે ટાઇલ્સની કોસ્ટ ઉપર ભારણ વધવાનું છે.

વૈશ્વિક બજારમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ પોતાના જોરે અનેક દેશોને ટક્કર આપી રહ્યું છે. ખાસ કરીને ચીનને પછાડવા અહીંનો ઉદ્યોગ કમરતોડ મહેનત કરી રહ્યો છે. તેવામાં એક બાદ એક સમસ્યા આ ઉદ્યોગને નંબર વન બનવા આડે રોડા નાખી રહી છે. અગાઉ પ્રોપેન ગેસ પ્રમાણમાં સસ્તો હોવાથી ઉદ્યોગો તેના વપરાશ તરફ વળ્યા હતા. જેના કારણે ગુજરાત ગેસનો જે દૈનિક વપરાશ 60 લાખ ક્યુબીક મીટર હતો. તે ઘટીને 17 લાખ ક્યુબીક મીટર થઈ ગયો હતો.

પરંતુ પ્રોપેન ગેસમાં તાજેતરમાં રૂ. 10થી 12નો ભાવ વધારો ઝીકાતા ઉદ્યોગો ફરી ગુજરાત ગેસ તરફ વળ્યા છે. જો કે આ સ્થિતિમાં ગુજરાત ગેસે પણ હવે ભાવ વધારો કર્યો છે. રૂ. 47.93 પ્રતિ ક્યુબીક મીટરમાં મળતો ગેસ હવે રૂ. 49.43 પ્રતિ ક્યુબીકમાં મળશે. આના ઉપર ટેક્સ પણ યથાવત સ્થિતિમાં રહેશે.

- text

આ અંગે સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતના જણાવ્યું જે સિરામિક ઉદ્યોગ પહેલાથી જ નાજુક સ્થિતિમાં છે. 80 ટકા ઉદ્યોગો પ્રોપેન ગેસનો વપરાશ કરતા હતા. કારણકે તે સસ્તો હતો. પણ તેમાં પણ. ભાવ વધારો કરવામાં આવતા ઉદ્યોગો ગુજરાત ગેસ તરફ વળ્યા છે. ત્યારે ગુજરાત ગેસે ખરેખર ભાવ વધારો કરવો જોઈતો ન હતો. કારણકે આનાથી ઉદ્યોગોને મોટી અસર પહોંચશે. પણ પ્રોપેન ગેસના પ્રમાણમાં ઉદ્યોગોને ગુજરાત ગેસ તરફથી રાહત છે. કારણકે પ્રોપેન ગેસ જેટલો એકસાથે મોટી રકમનો ભાવ વધારો કર્યો નથી.

- text