તુ BMW કેમ ન લાવી કહી, મોરબીની ડોકટર પરિણીતાને સાસરિયાનો ત્રાસ

- text


અમદાવાદ રહેતા પતિ, સાસુ, સસરા, દિયર અને મામાજી વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ

મોરબી : મોરબીના ઉમા ટાઉનશીપમાં માવતરના ઘેર રહેતી પરિણીતાને અમદાવાદ રહેતા પતિ સહિતના સાસરિયાઓ દ્વારા તું ઓછો કરીયાવર લાવી છો ! BMW કેમ ન લાવી અને પુત્રીને કેમ જન્મ આપ્યો જેવા મેણા ટોણા મારી ત્રાસ આપતા પરિણીતાએ પતિ, સાસુ, સસરા, દિયર અને જેતપુર રહેતા મામાજી સસરા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ઘરેલુ હિંસા મામલે ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી ઉમા ટાઉનશીપમા શિપપ્રેમ એપાર્ટમેન્ટમાં રહેતા ડો.રિદ્ધિબેન મનદીપભાઈ ચીકાણીએ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે વર્ષ 2019મા તેમના લગ્ન અમદાવાદ એસપી રિંગ રોડ ઉપર રહેતા મનદીપ નટુભાઈ ચીકાણી સાથે થયા હતા. લગ્ન બાદ પતિ સાહિતના સાસરિયાઓ તેમજ તેણીના જેતપુર રહેતા મામાજી સસરા દ્વારા અવાર નવાર ઓછો કરિયાવર લાવી છો કહી ત્રાસ આપવાની સાથે ઘરકામ મામલે મારકુટ કરી ત્રાસ આપતાએ હતા અને બાદમાં પુત્રીનો જન્મ થતા સારું નહિ લાગતા મોરબી માવતરે મૂકી ગયા બાદ તેડવા ન આવી તું દહેજમાં BMW કાર ન લાવી કહી મેણા ટોણા મારતા હોય હાલમાં મોરબી ભાઈના ઘેર આશરો લઇ રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

- text

વધુમાં આ ઘરેલુ હિંસા કેસમાં મોરબી મહિલા પોલીસ દ્વારા પતિ મનદીપ નટુભાઈ ચીકાણી, સસરા નટુભાઈ વિઠ્ઠલભાઈ ચીકાણી, સાસુ નિતાબેન નટુભાઈ ચીકાણી, દિયર જયદીપ નટુભાઈ ચીકાણી અને મામાજી સસરા જીતુભાઇ ગોકળભાઈ કાલરીયા રહે. જેતપુર જિલ્લો.રાજકોટ વાળા વિરુદ્ધ આઇપીસી કલમ 498 (ક), 323, 504 અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text