ટીબી દર્દીઓને દત્તક લેનાર રંગપર ગામના આગેવાનોનું કલેકટર દ્વારા સન્માન

- text


મોરબી :TB મુક્ત ભારત TB મુક્ત ગુજરાતના લક્ષ્યાંકને સાર્થક કરવા માટે TBના દર્દીઓને કોમ્યુનિટી સ્પોર્ટ અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે, જીલ્લા ક્ષય અધિકારીના સતત માર્ગદર્શન તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના મેડીકલ ઓફિસર ડો. કે.પી.વિડજા અને સુપરવાઈઝર પ્રફુલભાઈ એલ. રાઠોડની ટીમના સતત પ્રયત્નથી અને ગામના આગેવાનો સરપંચ મેઘરાજસિંહ એન. ઝાલા, પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, નરવીરસિંહ વી. ઝાલા, રંગપર સિરામિક એસોસીએશનના મણીલાલ પટેલ વગેરેના સહયોગથી અંદાજે ૩૦ જેવા TBના દર્દીઓને ન્યુટ્રીશન સપોર્ટ માટે TB ના દર્દીઓને દતક લેવામાં આવેલ.

- text

આવા ઉમદા કાર્યને પ્રોત્સાહન આપવા મોરબી કલેકટર જી. ટી. પંડયાના હસ્તે ભારત સરકાર તરફથી સન્માન પત્ર આપીને દાતાઓનું સન્માન કરવામાં આવેલ. આ સાથે BP ડાયાબિટીસ માપવાનો અને આધાર કાર્ડ કાઢવાનો કેમ્પ પણ રાખવામાં આવેલ. જેનો પણ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીઘેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત રંગપર તેમજ CHO સુનીલભાઈ લઢેર તેમજ ટીમ રંગપર ના કર્મચારીઓ દ્વારા મહેનત કરેલ હતી.

- text