જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મોરબી ખાતે ખેડૂત સેમીનાર યોજાયો

- text


મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ,મોરબી ખાતે આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ ૨૦૨૩ નિમિતે આજ રોજ આત્મા પ્રોજેક્ટ મોરબીના સહયોગથી એક ખેડૂત સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ખેડૂત સેમિનારમાં આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ ધાન્ય કે, જે પાચનમાં હલકા હોવાથી હલકા ધાન્ય નામ આપ્યું છે, એવા બાજરો,જુવાર, રાગી, સામો,કોદરા દેશી મકાઈ, કાંગ વગેરે સાત ધાન્યનો સમાવેશ છે તેનું ખોરાકમાં શું મહત્વ છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે દાજીબાપુએ ધાન્ય પાકોનું પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.આ કેન્દ્રના નિલેશભાઈ , ગમનભાઈ, ઝલારિયાભાઈ, દલસાનીભાઈ અને વિનુજીએ ફિલ્ડ મુલાકાત કરાવી હતી. તેમજ સેમિનારના અંતે આભાર વિધિ ડૉ.વડારીયાભાઈ દ્વારા કરવામાં આવી હતી. મિલેટ વર્ષ નિમિતે કોઈ સ્કૂલ આવા સેમિનારનું આયોજન કરવા માંગતા હોય તો આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાનીમો ૯૪૨૬૯૭૨૫૯૦ , ડી.એ સરડવા મો ૯૪૨૬૭૮૪૬૨૮ નો સંપર્ક કરવો.

- text

- text