તા. 20 અને 21 ફેબ્રુઆરીએ રાજબાઈ માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરાશે

- text


ચરાડવા ખાતે આવેલા રાજલધામ, રાજ રાજેશ્વરી રાજબાઈ માતાજીના મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાશે

હળવદ : આગામી તારીખ 20 અને 21 ફેબ્રુઆરીના રોજ તાલુકાના ચરાડવા ગામે બિરાજમાન રાજ રાજેશ્વરી રાજબાઈ માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવશે. ફાગણ સુદ બીજના દિવસે હજારે ભક્તો ચરાડવા ખાતે રાજબાઈ માતાજીના પ્રાગટ્ય પ્રસંગે ઉપસ્થિત રહેશે અને ધામધૂમથી આ ઉત્સવની ઉજવણી કરાશે.

ચરાડવા ખાતે આવેલા રાજલધામ, રાજ રાજેશ્વરી રાજબાઈ માતાજીના મંદિરે તારીખ 20 ફેબ્રુઆરી સોમવાર અને 21 ફેબ્રુઆરી ને મંગળવાર એમ બે દિવસ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાશે. જેમાં 20 ફેબ્રુઆરીના રોજ બપોરે 3-30 કલાકે શોભાયાત્રા નીકળશે. રાત્રે 9-30 કલાકે સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. જ્યારે 21 ફેબ્રુઆરીના રોજ સવારે 7-30 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને સવારે 10 કલાકે ધ્વજારોહણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત બપોરે 12 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે અને બપોરે 12-30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થશે.

- text

આ પ્રસંગે યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી સંદિપ મહારાજ બીરાજશે. આ યજ્ઞના આયોજક અને યજમાન પરસોત્તમભાઈ જીવરાજભાઈ સેંઘાણી (પટેલ) પરિવાર છે. આ કાર્યક્રમમાં પધારી માતાજીના દર્શન કરી આશીર્વાદ અને પ્રસાદ લેવા પૂજારી મનસુખભારતી બાપુએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે. ચરાડવા ગામે આવવા માટે ભાવિકો પદયાત્રા યોજીને પહોંચે છે તે મુજબ આ વર્ષે પણ કચ્છના કટારીયા ગામેથી અને સુરેન્દ્રનગરથી પદયાત્રાનું આયોજન કરાયું છે.

- text