બ્રાહ્મણી ડેમની વચ્ચે ભોપા અને મુન્નાની દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

- text


પોલીસની નજરથી બચવા બ્રાહ્મણી ડેમના પાળા ઉપર દારૂની ભઠ્ઠી શરૂ કરી હુડકામા દારૂની હેરફેર કરાતી

હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢના ભોપા અને મુન્ના નામના શખ્સો દ્વારા બ્રાહ્મણી ડેમની વચ્ચે પાળા ઉપર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી શરૂ કરવાની સાથે હોડકું લઈ દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી બન્નેના કારસ્તાનને ઝડપી લીધું હતું. જો કે દરોડા દરમિયાન બન્ને આરોપી પોલીસને હાથ ન લાગતા બન્નેને ફરાર દર્શાવી ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા આરોપી અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઈ ખાંભડીયા અને બળદેવ ઉર્ફે મુન્નો બાબુભાઇ ઝીંઝુવાડિયા નામના શખ્સો દ્વારા બ્રાહ્મણી ડેમની વચ્ચે આવેલા પાળા ઉપર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી શરૂ કરી હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી ઠંડો ગરમ આથો, ભઠ્ઠીના સાધનો અને ડેમની વચ્ચે દારૂની હેરફેર કરવા ઉપયોગમા લેવાતું 20 હજારની કિંમતનું હોડકું સહિત કુલ રૂપિયા 27,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે, સુંદરગઢ ગામના આ બન્ને શખ્સો દરોડા દરમિયાન પોલીસને હાથ લાગ્યા ન હતા પરંતુ ડેમની વચ્ચે પાણીમાં દેશી દારૂનો વેપલો કરવા હોડકાનો ઉપયોગ સહિતની બાબતો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને હાલ બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text