હળવદમાં ચોરાઉ બાઇક સાથે શખ્સને ઝડપી પાડતી એલસીબી

- text


હળવદ : મોરબી એલસીબી ટીમે હળવદ ખાતે આવેલ મોરબી ચોકડીએથી બાઇક ચોરને પકડી પાડી તેની પાસેથી રૂ. 30 હજારની કિંમતનું સ્પ્લેન્ડર બાઇક કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી ટીમને બાતમી મળી હતી કે ચોરી કે છળકપટથી મેળવેલ નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે એક ઇસમ હળવદની મોરબી ચોકડી ખાતેથી નિકળનાર છે જેથી હળવદ મોરબી ચોકડી ખાતે વોચ ગોઠવેલ તે દરમ્યાન રાજેશ નાગરભાઇ સાપરા ઉ.વ.-૨૫ ધંધો- મો.સા. રીપેરીંગ ગેરેજ રહે.મોડેલ સ્કુલ પાછળ,હળવદ તા. હળવદ જિ. મોરબી વાળો નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર પ્લસ મોરટસાયકલ સાથે મળી આવતા તેને રોકી તેની પાસે મો.સા.ને લગતા કાગળો તથા આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા મજકૂરને વધુ સઘન પુછપરછ કરી મોટરસાયકલ હસ્તગત કરી પોકેટકોપ એપ્લીકેશનની મદદથી એન્જીન/ચેસીસ નંબર ઉપરથી વાહન સર્ચ કરતા મોટર સાયકલ હળવદ લક્ષ્મીનરાયણ ચોક પાસેથી ચોરી થયેલ હોવાનું જણાઇ આવેલ હતું.

- text

જે અંગે હળવદ પો.સ્ટે. ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૯૦૦૧૨૩૦૦૬૦/૨૦૨૩ IPC કલમ-૩૭૯ મુજબનો ગુના રજી. થયેલ હોય જે મળી આવેલ મજકુર ઇસમને હસ્તગત કરી તેની પાસેથી મળી આવેલ મોટર સાયકલ કિ.રૂા. ૩૦,૦૦૦/- ના કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

આ કામગીરીમાં પીઆઇ ડી.એમ.ઢોલ, કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતાં.

- text