ઝૂલતા પુલ કેસ : વધુ 2 આરોપીઓએ જામીન અરજી મૂકી, સોમવારે થશે ફેંસલો

- text


 

મોરબી : મોરબી ઝૂલતા પુલ કેસમાં આગાઉ 7 આરોપીની જામીન અરજી મુકાયા બાદ કોર્ટે તેને નામંજૂર પણ કરી હતી. ત્યારે હવે વધુ 2 આરોપીઓએ જામીન અરજી મૂકી છે. જેનો સોમવારના રોજ ફેંસલો થવાનો છે.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પોલીસ દ્વારા નવ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યા બાદ આ ચકચારી કેસમાં હાઇકોર્ટ સુધી જામીન માટે કાનૂની લડત બાદ આરોપીએ હાઈકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચ્યા બાદ ચાર્જશીટ રજૂ થવાને પગલે નવ પૈકી સાત આરોપીમાં ઓરેવા ગ્રુપના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ, ટિકિટ બુકીંગ કલાર્ક અને સિક્યુરિટી ગાર્ડ મનસુખ ટોપીયા અને મહાદેવ સોલંકી, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મનસુખ ચૌહાણ દ્વારા પોતાના વકીલ મારફતે જામીન અરજી કરવામાં આવી હતી. મોરબી કોર્ટે આ જામીન અરજીઓ ના મંજુર કરી હતી.

- text

ત્યારબાદ બાકીના બે આરોપીઓ એવા બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર વતી પણ જામીન અરજી મૂકાઈ છે. આ અંગે કોર્ટ આગામી સોમવારના રોજ ફેંસલો જાહેર કરશે તેવું જાણવા મળી રહ્યું છે.

- text