પારિવારિક પ્રિવેડિંગ ! મોર્ડન નહીં ગામઠી પહેરવેશમાં પ્રિવેડિંગ ફોટોશૂટ 

- text


મોરબીના પટેલ પરિવારના યુગલે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને સાઉથના ટ્રેડિશનલ પહેરવેશમાં કરાવેલ પ્રિવેડિંગ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં વાયરલ   

મોરબી : હાલમાં ચોતરફ લગ્નની સીઝન ચાલી રહી છે. આજના સમયમાં લોકો લગ્નને ખાસ બનાવવા પ્રિ વેડિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો લાખો રૂપિયા આપીને ફરવા લાયક સ્થળો જેવા કે, ગોવા, કાશ્મીર, સિમલા, દીવ સહિતના સ્થળે પહોંચી મોર્ડન ડ્રેસમાં આઈટમ સોંગ જેવા ફોટોશૂટ કરાવે છે ત્યારે મોરબીના પટેલ પરીવારના યુવકે પોતાના લગ્નમાં અનોખું પ્રિવેડિંગ ફોટો શૂટ કરાવેલ છે. આ ફોટોશૂટ હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ વારયલ થઇ રહ્યો છે.

આજના સમયમાં લગ્નપૂર્વે યુવક-યુવતી સ્ટુડિયોવાળા પાસે મોર્ડન ફોટોશૂટ કરાવે છે એ પણ વેસ્ટ્ન કપડાંઓમાં, પ્રિ-વેડિંગ ફોટોશૂટ એટલે રૂપિયાનો ધુમાડો. તેમાં પણ ગોવા, કાશ્મીર, સિમલા, દીવ સહિતના સ્થળે ડેસ્ટિનેશન ફોટોશુટ હોય તો ખર્ચો લાખોમાં જતો રહે છે. પરંતું મોરબીના પટેલ પરિવારના યુગલે એવો આઈડિયા અપનાવ્યો કે માત્ર ફોટોઝ પડાવવાનો જ ખર્ચો આવ્યો. આ યુગલે ગામઠી શૈલી એટલે કે પારંપારિક પહેરવેશ અને એ પણ દેશના અલગ અલગ રાજ્યના પારંપરિક પોશાક પહેરીને દેશી રીતે વાડી-ખેતરમાં જ ફોટોશૂટ કરાવી ખર્ચ બચાવવાની સાથે સમગ્ર પરિવાર સાથે બેસીને નિહાળી શકે તેવા ફોટોસ એન વિડીયો બનાવવામાં આવ્યા છે.

આજના સમયમાં લોકો આપણી ભાતીગળ સંસ્કૃતિ તથા જૂનો પહેરવેશ ભૂલી ગયા છે. આ બંને યુગલે પરંપરાગત પહેરવેશમાં પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવીને લોકોને એકે ઉત્તમ સંદેશ આપ્યો છે.આ યુગલના લગ્ન ગુજરાત ભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. ખરેખર આવા વિચારો દ્વારા આપણે આધુનિક યુગ સાથે  આપણી સંસ્કૃતિ અને પરંપરાને પણ સાચવી શકીએ છે. આ ફોટોશૂટ દરેક યુગલો માટે એક ઉત્તમ ઉદાહરણ છે કે, તમે તમારા શોખ પુરા કરી શકો છો અને એ પણ તમારા બજેટમાં, બસ માત્ર વિચાર જરૂરી છે.આ ફોટો શૂટ મોરબીના રૂદ્રા સ્ટુડિયોના ફોટોગ્રાફર મૌલિકભાઇ વડાવિયા દ્વારા કરવામાં આવ્યુ છે.

- text

- text