એનએસયુઆઇના આગેવાન સામે ગેરવર્તન કરનાર પીઆઇ સામે કાર્યવાહી કરો : કલેકટરને આવેદન

- text


મોરબી એનએસયુઆઇ કાર્યકરોએ મોરબી કલેકટરને રજુઆત કરી જવાબદાર પોલીસ અધિકારી સામે પગલાં લેવાની માંગ કરી

મોરબી : બામણબોર પોલીસ મથકમાં એનએસયુઆઇના આગેવાનોની અટકાયત કર્યા બાદ પીઆઇએ એનએસયુઆઈના આગેવાન સામે ગેરવર્તન કરીને અપમાનજનક શબ્દો કહી હડધૂત કરતા આ મામલે મોરબીમાં એનએસયુંઆઈના કાર્યકરોએ કલેકટરને રજુઆત કરી જવાબદાર પોલીસ અધિકારી સામે પગલાં લેવાની માંગ કરી છે.

- text

મોરબી એનએસયુઆઈના કાર્યકરોએ કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે, એરપોર્ટ બામણબોર પોલીસ મથકમાં એનએસયુઆઈના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ જનકાંતે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે ગેરવર્તન કરીને અપમાનજનક શબ્દો કહી હડધૂત કરી ગાળો ભાંડી હતી. આ ગેરવર્તનનો વીડિયો પણ વાયરલ થયો હતો. જો કે, જો કે એનયુએસઆઈના આગેવાનો લોકશાહી ઢબે આંદોલન કર્યા બાદ અટકાયત કરવામાં આવી હતી. પણ બાદમાં એરપોર્ટ ચોકીએ લઈ જઈ ભાજપના ઈશારે પોલીસે આવું ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ગેરવર્તનને પગલે રોષે ભરાયેલા એનએસયુઆઈના આગેવાનોએ જ્યાં સુધી પોલીસ અધિકારી સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા છે અને 24 કલાકમાં આ પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

- text